ફતેપુરા તાલુકાના આશપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે હથિયાર ઉછળ્યાં:બે થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત,

Editor Dahod Live
2 Min Read

ફતેપુરા તાલુકાના આશપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે હથિયાર ઉછળ્યાં:બે થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત,

બંને પક્ષે ફરિયાદ નોંધાવી..

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આશપુર ગામે ગ્રામ પંચાયતની ચુંટણી બાબતે ગામમાં રહેતાં બે પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં બેથી વધુ વ્યક્તિઓને શરીરે ઈજાઓ થતાં બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં ગોવિંદભાઈ લાલસીંગભાઈ ચંદાણા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા. ૧૭મી મેના રોજ પોતાના ગામમાં રહેતા સુભાષભાઈ રણવીરભાઈ, કાળુભાઈ લક્ષ્મણભાઈ, જીજ્ઞેશભાઈ લક્ષ્મણભાઈ, કિર્તન ઉર્ફે યોગેશ વીરસીંગભાઈ, જગદીશભાઈ રમેશભાઈ અને વિરસીંગભાઈ દેવાભાઈ તમામ જાતે ચંદાણાનાઓએ એકસંપ થઈ હાથમાં મારક હથિયારો ધારણ કરી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગોવિંદભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખી ગોવિંદભાઈ તથા તેમની સાથેના માણસોને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી વાહનોની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે ગોવિંદભાઈએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી.

 

જ્યાકે સામાપક્ષેથી આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ નોંધાંવેલ ફળિયામાં જણાવ્યાં અનુસાર ગત તા.૧૭મી મેના રોજ પોતાના ગામમાં રહેતાં ગોવિંદભાઈ લાલસીંગભાઈ, અનીલભાઈ બાબુભાઈ, ગોવિંદભાઈ બાબુભાઈ, રાહુલભાઈ કમલેશભાઈ, મનોજભાઈ રવજીભાઈ, રવજીભાઈ વેલજીભાઈ, મનસુખભાઈ હુરજીભાઈ અને દિલીપભાઈ મનસુખભાઈ તમામ જાતે ચંદાણાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ગ્રામ પંચાયતની ચુંટણી સંબંધી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લલીતાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો મારી મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી.

પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————-

Share This Article