
સુમિત વણઝારા
દાહોદ જિલ્લામાં પોલીસે પ્રોહીબીશનના પાંચ બનાવોમાં 6.36 લાખના મુદામાલ સાથે બે ઝડપાયા:ત્રણ ફરાર,9 લોકો સામે ગુનો નોંધાયો…
દાહોદ તા.26
દાહોદ જિલ્લા પોલીસે પ્રોહીબીશનના પાંચ જુદા જુદા બનાવોમાં 2,47,824 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. જયારે અન્ય ત્રણ ઈસમો પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યા છે ત્યારે પોલીસે પ્રોહીબીશનના પાંચેય બનાવોમાં વિદેશી દારૂ તેમજ વાહનો મળી કુલ 6,36,824 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ 9 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવી યુવાઓને નશાના ગર્તામાં ધકેલવા માટે તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ કરી તગડો નફો રળી લેવા માટે બૂટલેગરો સક્રિય થયા છે. ત્યારે વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા દાહોદ પોલીસ સક્રિય બની છે.ત્યારે દાહોદ પોલીસે વિતેલા ચોવીસ કલાકમાં પાંચ જુદી-જુદી જગ્યાએ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગર તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે પ્રોહીબીશનનો પ્રથમ બનાવગરબાડા તાલુકાના પાંચવાડા ગામે બનવા પામ્યો છે જેમાં GJ17-AG-8115 નંબરની યામાહા મોટર સાઇકલનો ચાલકે વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવતા રસ્તામાં પોલીસની નાકાબંધી જોઈ મોટર સાઇક્લ રસ્તામાં ફેંકી અંધારાનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યો હતો ત્યારબાદ પોલીસે મોટર સાઇકલની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 236 બોટલો મળી 30,680 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 15,000 રૂપિયાની મોટર સાઇક્લ મળી કુલ 45,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મોટર સાઇક્લ ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો હતો
પ્રોહીબીશનનો બીજો બનાવ દાહોદ તાલુકાના ચોસાલા વોરા ફળીયા ખાતે બનવા પામ્યો છે.જેમાં GJ-20-AN-6916 નંબર ના મોટર સાઇક્લ ચાલકે વિદેશી દારૂ ભરી લાવતા રસ્તામાં પોલીસની વોચ જોઈને રસ્તામાં મોટર સાઇક્લ મૂકી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 332 બોટલો મળી 35,350 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 45,000 રૂપિયાની મોટર સાઇક્લ મળી કુલ 80,356 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મોટર સાઇક્લ મૂકી ફરાર થયેલા ઈસમ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીબીશનનો ત્રીજો બનાવ દેવગઢ બારીયા તાલુકાના જામરણ ગામે જંગલ વિસ્તારના પગદંડી રોડ પર બનવા પામ્યો છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનો મીઠીબોર ગામનો પિન્ટુભાઈ કાન્તીભાઈ રાઠવા પોતાના કબ્જા હેઠળની GJ-23-DB-2887 નંબરની મોટર સાઇક્લ પર કંથાનના લગડામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી દેવગઢ બારીયા તરફ આવતા રસ્તામાં સાગટાલા પોલીસની નાકાબંધી જોઈ ગાડી રસ્તામાં મૂકી ભાગી જતા સાગટાલા પોલીસે કંથાનના લગડાની તલાશી લીધી હતી.જેમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની 14 પેટીઓમાં 156 બોટલો મળી 81,900 નો વિદેશી દારૂ તેમજ 30,000 કિંમતની મોટર સાઇક્લ મળી કુલ 1,11,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલ પિન્ટુભાઈ કાન્તીભાઈ રાઠવા વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ. કરી આગળની તપાસ હાથ ધરી છે
પ્રોહીબીશન નો ચોથો બનાવ લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી ગામે બનવા પામ્યો છે જેમાં સીંગવડ તાલુકાના દુધિયા ગામના દાંડી ફળીયાનો ભરત હરસીંગ રાઠોડ પોતાના કબજે હેઠળની GJ-01-HG-4976 નંબરની અલ્ટો ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવતા પોલીસે તેને નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યો હતો.અને ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 456 બોટલો મળી 56,208 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 1,50,000 હજાર રૂપિયાની ફોર વહીલર ગાડી મળી કુલ 2,05,208 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રોહીબીશન નો પાંચમો બનાવ લીમખેડા તાલુકાના અંધારી ગામે બનવા પામ્યો છે જેમાં ધાનપુર તાલુકાના કોઠંબી ગામના વિનુભાઈ મગન ભાઈ માવીએ જગદીશ સોમાભાઈ પરમાર રહેવાસી લીમખેડા પટેલ ફળીયા નાઓને ઈન્ડિગો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સદ્દામ ઉર્ફે લાલો બચુભાઈ મકરાણી રહેવાસી અંધારી લીમખેડા સંજય બુધાલાલ ભાઈ ચોવહાણ રહેવાસી પાલ્લી લીમખેડા હીરાભાઈ પ્રતાપભાઈ ચોવહાણ રહેવાસી લીમખેડા નાઓને ત્યાં પહોંચાડવા માટે મોકલી આપ્યો હતો ત્યારે રસ્તામાં અંધારી ગામે પોલીસની નાકાબંધી દરમિયાન જગદીશ ભાઈ પરમારને ઝડપી પાડી ફોર વહીલર ગાડીની તલાશિ લેતા ભારતીય બનાવટની કાંચ તથા ટીન બિયરની 336 બોટલો મળી 43.680 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ દોઢ લાખ રૂપિયા કિંમતની ફોર વહીલ ગાડી મળી 01.92.680 રૂપિયા નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઉપરોકત પાંચેય ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.