Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ નગરપાલિકા ની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ: તમામ મુદ્દાઓ નિર્વિધ્ને મંજૂર કરાયા

May 20, 2021
        2047
દાહોદ નગરપાલિકા ની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ: તમામ મુદ્દાઓ નિર્વિધ્ને મંજૂર કરાયા

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ નગરપાલિકા ની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ: તમામ મુદ્દાઓ નિર્વિધ્ને મંજૂર કરાયા

 દાહોદ નગરપાલિકાના ૧૨ સભ્યોએ વિવિધ એજન્ડા વિવિધ કામો માટે દરખાસ્ત મુકી 

 કારોબારી સમિતિની નિમણૂક કરાઈ: પરંતુ સમિતિના અધ્યક્ષ ની વરણી લટકી 

દાહોદ તા.૨૦

 દાહોદ નગરપાલિકા ખાતે આજરોજ ત્રિમાસીક સામાન્ય સભાનુંમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કામાનો એજન્ડાનો નિકાલ કરવા સબબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દાહોદ નગરપાલિકામાં કહી શકાય તો સૌ પ્રથમવાર પાલિકાના ૧૨ થી વધુ સદસ્યો દ્વારા વિવિધ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી તે દરખાસ્તો વિશે પણ ચર્ચા, વિચારણા સહિત કામો આગળ ધપાવવા વિચાર મિમર્શ કરવામાં આવ્યાં હતાં. કોરોના કાળમાં અને પોતાની સેવામાં અવસાન પામેલા કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

 

 દાહોદ નગરપાલિકાના સભાગૃહ ખાતે મળેલ આજરોજની ત્રિમાસીક સામાન્ય સભામાં વિવિધ કામો પૈકી ચેરમેન તથા સભ્યોની અઢી વર્ષની મુદત પુરી થતાં નિમણુંક કરવા બાબત, નગરપાલકિામાં રાજ્યની કોમન ડેકર સિવયની બધી જ ડેકરોમાં નગરપાલિકાના કર્મચારીઓની ભરતી, બઢતી માટે પસંદગી સમિતિના સભ્યોની નિમણુંક કરવા બાબત, કર્મચારી મજકુરની સ્વૈચ્છીક નિવૃતિ મંજુર કરવા બાબત, શહેરમાં વોટર સપ્લાય સ્કીમનું મરામત અને નિભાવણીની કામગીરી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી આપવા બાબત, ભુગર્ભ ગટર યોજના અંગેના સમગ્ર મરામત અને નિભાવણી માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરી કાર્યવાહી કરવા બાબત, શહેરીજનોને ભુગર્ભ ગટરના જાેડાણ આપવાની કામગીરી માટે ૧૫માં નાણાં પંચમાંથી ખર્ચ કરીને જરૂરી કાર્યવાહી કરવા બાબત, ડ્રેનેજ ફી (ભુગર્ભ ગટર) ના નિયમો મંજુર કરવા બાબત, સ્માર્ટ સીટી અંતર્ગત વોટર મીટર અન્વયે વોટર પોલીસી નક્કી કરવા બાબત, આરોગ્ય વિભાગ માટે ડમ્પસાઈટ તથા એફએસટીપી ઉપર ચોકીદાર ફીક્સ પગારથી રોકવા બાબત, આરોગ્ય વિભાગ માટે માલ, સામાન, દવાઓ, સાધન સામ્ગ્રી વિગેરે ખરીદ કરવા બાબતના ભાવો નક્કી કરવા બાબત, દુકાનોના બાકી નોન રીફંડેબલ પ્રિમિયમની રકમ ભરપાઈ કરવા બાબતે નિર્ણય લેવા બાબત, કર્મચારીઓને વિમા કવચ આપવા તથા તે અંગે થતો ખર્ચ કરવા બાબત, વિગેરે જેવા અનેક કામો અને બાબતો વિશે ચર્ચા, વિચારણા સહિત કામોને લઈ દરખાસ્તો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

 

——————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!