દાહોદ તાલુકાના મુવાલીયા ગામે જમીન સંબંધી મામલે ધિંગાણું:. આઠ ઈસમોના ટોળું લોખંડની પાઈપો તેમજ લાકડીઓ સાથે એક મહિલા સહિત બે ઈસમો પર તૂટી પડ્યા..
દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે જમીન સંબંધી મામલે ૦૮ જેટલા ઈસમોના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી આવી એક મહિલા સહિત બે જણાને લોખંડની પાઈપ, લાકડી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા. ૨૦મી માર્ચના રોજ દાહોદ તાલુકાના નગરાળા ગામે રહેતાં રમેશ પાંગળા ડામોર, ગોવિંદ રમેશ ડામોર, મનિષ રતન ડામોર, કનુ ચુનીયા ડામોર, અભેસીંગ હુમલા ડામોર, અક્ષય નવલસીંગ ડામોર, અભય અરવિંદ ડામોર અને અજય કનુ ડામોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી મુવાલીયા ગામે જમીનમાં ખેતીકામ કરી રહેલ વિજયભાઈ સિસ્કાભાઈ હઠીલા (રહે. નગરાળા, તા.દાહોદ, જિ.દાહો) તથા તેમના પરિવારજનો પાસે આવી બેફામ ગાળો બોલવા લાગ્યાં હતાં અને કહેવા લાગેલ કે, આ જમીન અમારા બાપ દાદાઓએ તમને આપેલી છે તમો કેમ કેમ ખેડો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ વડે, લાકડી વડે અને ગડદાપાટ્ટુનો માર મારી વિજયભાઈ તથા સુનિતાબેનને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ટોળુ નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વિજયભાઈ સિસ્કાભાઈ હઠીલા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————-