દાહોદ:ઓછા પગાર ધોરણે વધુ કામ કરાવતા હોવાના આક્ષેપો સાથે આશા વર્કરોએ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ:ઓછા પગાર ધોરણે વધુ કામ કરાવતા હોવાના આક્ષેપો સાથે આશા વર્કરોએ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું

દાહોદ તા.૧૭

ગુજરાત જનરલ કામદાર એસોસીએશન, દાહોદના આશા ફેસીલીટર અને આશા વર્કરો દ્વારા હાલ કોરોના મહામારીમાં પોતાના પરિવારને જાેખમમાં મુકી કામ કરતાં ઓછા પગાર ધોરણે વધુ કામગીરી કરાવવા બાબતે તેમજ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

 આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં એવા આશા ફેસીલીટર અને આશા વર્કર જેઓને દૈનીક માનદ વેતન તરીકે પગાર ચુકવાય છે તો તેઓને કોરોના મહામારીમાં પોતાના પરિવાર જાેખમમાં મુકી ફરજ બજાવતાં આશા ફેસીલીટર અને આશા વર્કર બહેનોને કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવવી, પોઝીટીવ કેસોની મુલાકાત લેવી તથા પોઝીટીવ કેસોના કુંટુંબ વ્યક્તિની મુલાકાત વિગેરે બાબતે લઈને દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં કામ કરતી આ બહેનોમાં કામના ભારણને પગલે અને ઓછા પગારમાં વધુ કામગીરી કરાવાતાં રોષની લાગણી ફેલાઈ છે. બહેનોને વીમો તેમજ જરૂરી સેફ્ટી, સાધનો, પીપીઈ કીટ નહીં અપાતાં હોવાના પણ આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે. સેફ્ટી, સાધનો, પીપીઈ કીટ તેમજ પોતાના વિવિધ પડતર પ્રશ્નો તેમજ માંગણી નહીં સંતોષાય તો ટુંક સમયમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 

———————————————————

Share This Article