Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઇવે પર થી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:દારૂની હેરફેરમાં સામેલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો..

March 2, 2022
        1899
દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઇવે પર થી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:દારૂની હેરફેરમાં સામેલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો..

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઇવે પર થી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:દારૂની હેરફેરમાં સામેલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો..

દાહોદ તા.02

દાહોદ તાલુકાના રાબડાલ ગામે હાઈવે પર પોલીસે નાકાબંધી દરમિયાન ફોરવીલ ગાડી માંથી 50,430 રૂપિયાના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.પોલીસે વિદેશી દારૂના જથ્થા, તેમજ દારૂની હેરફેરમાં વપરાયેલી ફોરવીલ ગાડી તેમજ બંને વ્યક્તિઓ પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ 2,60,590 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યાનું જાણવા મળે છે.

 

વધુ મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના સડક ફળિયાના રહેવાસી અર્જુનભાઈ દિનેશભાઇ ડામોર તેમજ સંજયભાઈ દિનેશભાઈ ડામોર પોતાના કબ્જા હેઠળની GJ-18-BF-8425 નમ્બરની ઇકો ગાડીમાં મધ્ય પ્રદેશના પીટોલ ગામના કરણભાઈ મછાર ના ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો લઇ ઇન્દોર અમદાવાદ હાઇવેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં દાહોદ તાલુકાના રાબડાલ ગામે વોચમાં ઉમેરી દાહોદ રૂલર પોલીસ પોલીસે ઇકો ગાડીને રોકી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 339 બોટલો જેમની કિંમત 50,430 નો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ 2 લાખ કિંમત ઈકો ગાડી તેમજ 10 હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ 2,60,590 ના મુદ્દામાલ સાથે બંને ઈસમોની અટકાયત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!