રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ગાંગરડીમાં મહુનાળા તળાવમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ શરૂ કરી.
દાહોદ તા.03
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં આવેલા મહુનાળા તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સવારે ગ્રામજનોએ તળાવમાં મૃતદેહ તરતો જોયો હતો, ત્યારબાદ તેમણે તાત્કાલિક ગરબાડા પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા જ ગરબાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને તેની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. જોકે આ વ્યક્તિનું મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે વ્યકિ્તનું મૃત્યુ તળાવમાં ડૂબી જવાથી થયું છે કે તેની હત્યા કરવામાં આવી છે. સચોટ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે અને મૃતદેહની ઓળખ તેમજ મૃત્યુના કારણ અંગે વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.
