સુરત થી MP જતી બસના ચાલકે કાબૂ ગુમાવતા સર્જાઈ ઘટના. દાહોદના ધામરડા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી,10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સુરત થી MP જતી બસના ચાલકે કાબૂ ગુમાવતા સર્જાઈ ઘટના.

દાહોદના ધામરડા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી,10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત.

ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા,સદભાગ્ય કોઈ જાનહાની નહીં 

દાહોદ તા.૧૮

દાહોદ તાલુકાના ધામરડા ગામે એક પેસેન્જર ભરેલ ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર ૧૨થી વધુ મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ઘટનાને પગલે ઘટના સ્થળે ચીસાચીસનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતું.

દાહોદના ધામરડા નજીક આજરોજ વહેલી સવારે સુરતથી મધ્યપ્રદેશના થાંદલા જતી એક ખાનગી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ખાનગી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. વહેલી સવારની આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં બુમાબુમ મચી જવા પામી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બસમાં સવાર અંદાજે ૧૨ જેટલા મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને સાથે લઈ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં ઈજાગ્રસ્ત મુસાફરોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. તમામ ઈજાગ્રસ્તોને શરીરે ઓછી, વત્તી ઈજાઓ પહોંચી હતી અને સદ્દનસીબે કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

આ સંબંધે સ્થાનીક પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article