રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા ઢઢેલા ટર્નિંગ પાસે ભયાનક અકસ્માત: SUV કાર ડિવાઈડર અને વીજ થાંભલે અથડાઈ, ત્રણના મોતથી અરેરાટી.!
મહારાષ્ટ્ર પાસિંગ કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, બેના સ્થળ પર મોત
એકનું સારવાર દરમિયાન નિધન, કારનું એન્જિન 100 ફૂટ દૂર ફેંકાયું
દાહોદ તા.17

દાહોદ-અમદાવાદ હાઇવે પર માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે.જેમાં લીમખેડાના ઢઢેલા નજીક હાઈવે પર ટર્નિંગ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર બાદ વીજળીના થાંભલે અથડાતા મહારાષ્ટ્રના ત્રણ લોકોના મોત થયા છે.અકસ્માત એટલો ગંભીર હતો કે લાશોને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવી પડી હતી.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસિંગની એક SUV કાર લીમખેડાના નજીક ઢઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ થાંભલે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો.| ટક્કર એટલી ભયાનક હતી કે થાંભલાના પણ ટુકડા થઇ હતા. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાં મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઇ છે. બંનના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
*અકસ્માત બાદ ટ્રેક્ટરથી બાંધીને લાશોને બહાર કાઢવામા આવી.*
મધરાતે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. જેમણે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ વહેલી સવારે સ્થળ પર ભેગા થયેલા સ્થાનિકો જણાવી રહ્યા છે કે, અકસ્માત એટલો ગંભીર હતો કે લાઇટના થાંભલાના પણ ટુકડા થઇ ગયા છે. જ્યારે કારનું તો પડીકુ વળી ગયું છે. અમે રાત્રે ટ્રેક્ટરથી બાંધીને લાશોને બહાર કાઢી હતી.!
*SUV કારનું એન્જિન 100 ફૂટ દુર જઇને પડ્યું’*
એક યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, કારના પાર્ટસ દુર| દુર સુધી ખેતરોમાં ફેલાઇ ગયા છે. કારનું એનિ્જત તો કારથી લગભગ 100 ફૂટ દુર જઇને પડ્યું છે. આ ઉપરાંત પડીકુ વળી ગયેલી કારમાંથી જે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢ્યા ત્યાં પડેલા લોહીના ડાઘ જોઇને પણ અકસ્માતની ગંભીરતા સમજી શકાય|
