Tuesday, 25/11/2025
Dark Mode

સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત* *સુખસર તાલુકામાં અનેક જર્જરિત આંગણવાડી કેન્દ્રોના મકાનોને વહીવટી તંત્રની પોલ ઢાંકવા કલર કરવામાં આવી રહ્યો છે!?*

November 17, 2025
        1858
સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત*  *સુખસર તાલુકામાં અનેક જર્જરિત આંગણવાડી કેન્દ્રોના મકાનોને વહીવટી તંત્રની પોલ ઢાંકવા કલર કરવામાં આવી રહ્યો છે!?*

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત*

*સુખસર તાલુકામાં અનેક જર્જરિત આંગણવાડી કેન્દ્રોના મકાનોને વહીવટી તંત્રની પોલ ઢાંકવા કલર કરવામાં આવી રહ્યો છે!?*

સુખસર,તા.17

  ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા આંગણવાડી કેન્દ્રો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ આપી આવતીકાલનો સધ્ધર નાગરિક પેદા કરવા સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો ના માધ્યમથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.પરંતુ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોમાં ભણતા બાળકોના ઉજળા ભવિષ્યની બાબત તો દૂર ની વાત છે પરંતુ કેટલીક આંગણવાડી કેન્દ્રના બાળકો ભવિષ્યના નાગરિકો બનવા સક્ષમ રહેશે કે નહીં?તે પ્રશ્ન છે.અને તેવા જ પ્રશ્નો સુખસર તાલુકાની અનેક આંગણવાડી કેન્દ્રોના સ્થાનિક લોકો દ્વારા ઉઠવા પામ્યા છે.જેમાં સુખસર તાલુકાના કાળીયા આંગણવાડી કેન્દ્ર નંબર એક નો પણ સમાવેશ થાય છે.

         જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકામાં આશરે 138 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જે પૈકી અનેક આંગણવાડી કેન્દ્રોના મકાનો જર્જરીત હાલતમાં પડવાના વાંકે ઉભેલા છે.અને તેવા કેન્દ્રોમાં ભણતા બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્રોમાં હાજરી આપી રહ્યા છે.અનેક આંગણવાડી કેન્દ્રો જર્જરીત થઈ ચૂક્યા છે.અને જેમાં બાળકોને બેસાડી શકાય નહીં તે બાબત આગણવાડી કર્મચારીઓ, સુપરવાઇઝરો,સી.ડી.પીઓ તથા પ્રોગ્રામ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી નાના બાળકોના જીવના ભોગે જર્જરહિત આંગણવાડી મકાનોમાં બેસાડી પોતાની ફરજ અદા કરવાનું ગૌરવ લઈ રહ્યા છે.ત્યારે કોઈપણ નાગરિકને પ્રશ્ન થાય કે આંગણવાડી કેન્દ્રો પાછળ સરકાર દ્વારા ફાળવવામાં આવતા કરોડો રૂપિયા જાય છે ક્યાં?ની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ક્ષતીઓ પ્રકાશમાં આવી શકે તે કોઈ કાળે નકારી શકાય તેમ નથી્.

      હાલ સુખસર તાલુકામાં કેટલાક આંગણવાડી કેન્દ્રો જરજરીત અને પડવાના વાગે ઉભેલા છે.અને તેવા કેન્દ્રોની રીપેરીંગ કામગીરી કે નવીન બાંધ કામગીરી કરવાની જરૂર હોય ત્યાં માત્ર કલર કરી વહીવટી તંત્રો પોતાની પોલ ઢાખવા કલર કામ કરતા હોવાનું જાણવા મળે છે.પરંતુ આ આંગણવાડી કેન્દ્ર બાળકોના માથે પડે કે કોઈ બાળકનો જીવ જાય તેના માટે જવાબદાર કોણ?જોકે હાલ અનેક આંગણવાડી કેન્દ્રો વર્ષો વિતવા છતાં ભાડાના મકાનોમાં ચલાવવામાં આવી રહી છે.ત્યારે સરકાર દ્વારા આંગણવાડીના બાંધકામ માટે નાણા ફાળવવામાં આવતા નથી કે પછી સ્થાનિક અધિકારીઓને આંગણવાડીના મકાનો બાંધકામ થાય તેમાં રુચિ રાખતા નથી? સુખસર તાલુકામાં તમામ આંગણવાડી કેન્દ્રોની રાજ્યકક્ષાએથી સ્થાનિક લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

       નોંધનીય છે કે,આંગણવાડી કેન્દ્રોના કર્મચારીઓ પોતાના હક્કની અધુરી માંગણીઓ માટે હડતાલ, આંદોલનો કરતા હોય છે.અને તે સ્વાભાવિક છે.ત્યારે પોતાની ફરજના સ્થળ ઉપર બાળકો સહિત પોતાને પડતી મુશ્કેલી બાબતે તાલુકા-જિલ્લા કે રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવા કોના ડરથી પાછી પાની કરે છે?તે પણ એક સવાલ છે.જ્યારે આંગણવાડી કેન્દ્ર ઉપર કોઈ પણ બાળક સાથે અણબનાવ બને ત્યારે કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર નહીં થાય અને નાના કર્મચારી આંગણવાડી વર્કર તથા તેડાગરના માથે જવાબદારી થોપી દેવામાં આવતી હોય છે.ત્યારે નિયમો અનુસાર પોતાની ફરજ નિભાવી સરકાર દ્વારા મળતા લાભો અને સુવિધાઓ બાળકો સુધી પહોંચાડવા જે-તે આંગણવાડી કેન્દ્રના સ્થાનિક કર્મચારીઓએ ધ્યાન રાખવું તે પણ તેમની જવાબદારી છે.

અમારા કાળીયા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર એક નું બાંધકામ વર્ષો અગાઉ કરવામાં આવેલ છે.આ આંગણવાડી કેન્દ્ર જર્જરીત હાલતમાં થતા ચોમાસાના સમયે એક ખાનગી મકાનમાં બાળકોને બેસાડવામાં આવતા હતા.ચારેક માસ બાદ હાલ ફરીથી બાળકોને આ જર્જરીત આંગણવાડીમાં બેસાડવામાં આવી રહ્યા છે.અને તેનું રીપેરીંગ કામ કરવા અથવા નવીન બાંધકામના બદલે કલર કામ કરી જર્જરીત આંગણવાડીને નવીન બતાવવાની કોશિશ કરવામાં આવતા બાળકો સાથે કોઈ અઘટીત ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ?અમોએ કલર કામગીરી બંધ કરાવી છે.અને બાળકોના ભવિષ્ય સામે લાગતા- વળગતા અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે તેવી અમારી માંગણી છે.

*(પ્રદીપભાઈ એલ. મછાર, કાળીયા સ્થાનિક નાગરિક)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!