*ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો* 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

*ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો* 

 *પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ 25, વજેલાવ 30,જેસાવાડા 30, અભલોડ 48 આમ કુલ 134 દર્દીઓને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું* 

દાહોદ તા. ૭

પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો 

ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્રબની ને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.

ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે.

પોષણ કીટ વિતરણમાં શું-શું આપવામાં આવે છે?

ચોખા, તુવર દાળ,તેલ, ઘઉં નો લોટ , પ્રોટીન પાવડર,મગ, મગની દાળ , ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ONGC ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપની ના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા નઢેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ.સાગર પરમાર, જેસાવાડા ડૉ.પૃથ્વી પંચાલ, વજેલાવ ડૉ. ચંદ્રકલા પરમાર,અભલોડ ડૉ.ટીના માલીવાડ, પિરામલ ફાઉન્ડેશન ના કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર,આશા બહેન તથા વ્હાલા ટીબી ના દર્દીઓ હાજર રહ્યા હતા આમ પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય.

Share This Article