દાહોદમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરીનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ: રેલવેની હદમાં ચોરી કરતી ગેંગના 4 સભ્યો સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

Editor Dahod Live
4 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરોની ચોરીનો પર્દાફાશ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ: રેલવેની હદમાં ચોરી કરતી ગેંગના 4 સભ્યો સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

દાહોદમાં રેલ્વે લાઈનનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ:રેલવેની હદમાંથી રેલ્વેના પાટા તેમજ સ્લીપરની ચોરી કરનાર રિસીવર સહીત ચાર તસ્કરો ઝડપાયા

દાહોદ એલસીબી તેમજ રેલ્વે આરપીએફની સંયુક્ત કામગીરીમાં છેલ્લા એક માસ ઉપરાંતથી ચોરીને અંજામ આપનાર તસ્કરો ઝડપાયા..

પોલીસે ચારેય ઈસમો પાસેથી અંદાજે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

રેલ્વેના પાટા સ્લીપરો તેમજ ટ્રેકટર તેમજ ટ્રોલી એક મોપેડ ગાડી સહિત નો મુદ્દામાલ કબ્જે કરાયો

દાહોદ તા.05

દાહોદમા રેલ્વે હદમાંથી રેલ્વે ના પાટા તેમજ સ્લીપરો ની ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રેલ્વે પ્રોટેક્શન ફોર્સને સોંપી દેવાયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં રેલ્વેના પાટા તેમજ સ્લીપરની ચોરી અંગેની બાતમી દાહોદ એલસીબી ના પી આઈ બી ડી શાહ ને મળતા તેઓએ રેલ્વે પ્રોટેક્શન ફોર્શ ( RPF ) ના પીઆઈ જી એસ ગૌતમ તથા આરપીએફના સ્ટાફના માણસો સાથે મળી ટેક્નિકલ સોર્ષ તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી તલસ્પર્શિ તપાસ બાદ

દાહોદના રેલ્વે કોલોનીમાં ટેકરી દવાખાનાની પાસેના રહેવાસી દિપક ઉર્ફે ગોલુ બિલવાલ રતન દલસીંગ મેડા કનુ ચતુરસિંહ ઠાકોર તેમજ દર્પણ ટોકીઝ રોડ મારવાડી ચાલના રહેવાસી શુભમ મુકેશકુમાર મહંત સહીત ચાર લોકોને ઝડપી તેઓની ધનિષ્ટ પૂછપરછ કરતા સનસનાટી ભરી વિગતો બહાર આવવવા પામી છે.

ઉપરોક્ત ચારેય તસ્કરોમાંથી ત્રણ તસ્કરો રેલવે કોલોનીના રહેવાસી: છેલ્લા એક માસમાં ત્રણ જુદી જુદી જગ્યાએથી રેલવેના પાટા તેમજ સ્લીપર ચોરીને અંજામ આપ્યો 

 

 

ઉપરોક્ત બનાવમાં પકડાયેલ ગેંગના ચારેય તસ્કરો માંથી ત્રણ  તસ્કરો રેલવે કોલોનીમાં રહેતા હોવાથી રેલવેની હદમાં પડેલા રેલવેના પાટા તેમજ સ્લીપરો અંગે વાકેફ હતા એક માસ અગાઉ દાહોદ રેલ્વે મેડિકલ કોલોનીની નજીકમાં આવેલા આસપાસમાંથી રેલ્વેના લોખંડના પાટા તેમજ લોખંડના સ્લીપરની ચોરી કરી ઉપરોક્ત ચારેય ઈસમોએ એક માસ અગાઉ ભેગા મળી રાત્રીના સમયે મહિન્દ્રા ટ્રેકટરના ટ્રોલામાં રેલ્વેના લોખંડના પાટા તેમજ લોખન્ડની સ્લીપર ભંગારના વેપારીને વેચી દીધા હતા. પાંચ દિવસ અગાઉ પણ પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ તાલુકાના ડુંગરપુર ખાન નદી પાસે આવેલા રેલ્વે ની હદમા પડેલા લોખન્ડના પાટા ની રેકી કર્યા બાદ ટ્રેકટરમાં ભરી લાવી ભંગારની દુકાનમાં વેચ્યા હોવાની કબૂલાત કરતા દાહોદ એલસીબી તેમજ રેલ્વે આરપીએફ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

એલસીબી પોલીસે પકડાયેલા ચારેય તસ્કરો પાસેથી સાત લાખનો મુદ્દામાલ રિકવર કર્યો 

પોલીસે ઉપરોક્ત વેપારી તેમજ ભંગાર વાલા પાસેથી રેલ્વે ના જુના પાટા તેમજ સ્લીપરો કુલ નંગ 110 મળી 3020 કિલો ગ્રામ જેની કિંમત 94760 ચાર મોબાઈલ ફોન જેની કિંમત 20.000 રૂપિયા અને મહિન્દ્રા ટ્રેકટર તેમજ ટ્રોલી મળી જેની કિંમત 5 લાખ રૂપિયા તથા સુઝુકી એકશેષ મોપેડ ગાડી જેની કિંમત 60 હજાર મળી કુલ રૂપિયા 6.74.760 ના મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત ચોરીના ગુનામા અન્ય કેટલાક આરોપીઓ સામેલ છે કે કેમ તેની તપાસ માટે રેલ્વેના ચોરી કરાયેલા મુદામાલ સાથે પકડાયેલા ચારેય આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે રેલ્વે આરપીએફ પોલીસને સુપ્રત કરાયા હતા રેલ્વે આરપીએફ પોલીસે ચોરીનો મુદ્દામાલ તેમજ ચારેય આરોપીઓનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article