‘કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં” અંતર્ગત જિલ્લા અદાલત,દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું કરાયું આયોજન 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

‘કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં”

અંતર્ગત જિલ્લા અદાલત,દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું કરાયું આયોજન 

દાહોદ તા. ૧૩

જિલ્લા અદાલત,દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન જેમાં સાત કરોડ પાંત્રીસ લાખ ઈકોતેર હજાર છબ્બીસ રૂપિયાનો એવોર્ડ કરવામાં આવ્યું હતું 

નામદાર નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ ધ્વારા નામ. ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એન.વ્યાસ સાહેબશ્રીના હસ્તે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. વધુમા નેશનલ લોક અદાલતમાં પ્રિલિટીગેશનમાં અને જિલ્લાની તમામ અદાલતોમાં બેંક રિકવરીના કેસો, મોટર અકસ્માતના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, વીજળી લાઇટ બિલ, ઇ મેમો વિગેરના કુલ 35783 કેસો મૂકવામાં આવેલ જેમાં કુલ 8641/- કેસોમાં નિકાલ થયેલ અને કુલ રૂપિયા. 7,35,71,026./- (અંકે રૂપિયા સાત કરોડ પાંત્રીસ લાખ ઈકોતેર હજાર છબ્બીસ પૂરા) નો એવોર્ડ કરવામાં આવેલ છે.

 નેશનલ લોક અદાલત ધ્વારા ”કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં” તે બાબત સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

000

Share This Article