
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદમાં આંગણવાડી કર્મચારીઓનું પડતર માંગણીઓ સંદર્ભે મામલતદારને આવેદન..
દાહોદ જીલ્લાનાં ઝાલોદ તાલુકાની આંગણવાડી કર્મચારીઓનું લઘુત્તમ વેતન અને શોષણ બંધ કરવાની માંગ સાથે ઝાલોદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
ઝાલોદ તા. ૯
ઝાલોદ તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ પોતાના હક્કો માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી છે. કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે આ આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું કે 2018 થી તેમના વેતનમાં કોઈ વધારો થયો નથી. પોષણ ટ્રેકરના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. સરકારી પરિપત્રની વિરુદ્ધ વધારાની કામગીરી કરવાની ફરજ પાડવામાં આવે છે. કર્મચારીઓએ એફ.આર.એસ.ના નામે થતી અન્યાયી પગાર કપાત અને શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે મામલતદાર કચેરી ખાતે “હમ હમારા હક માંગતે, નહીં કિસીસે ભીખ માંગતે” અને “મહિલાઓનું શોષણ બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ઝાલોદ તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ 9 જુલાઈ 2025ના રોજ સામૂહિક રીતે માસ સી.એલ. લઈને કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ આંદોલન રાષ્ટ્રવ્યાપી હડતાળનો ભાગ છે, જેમાં મજૂર-કિસાન, આશા વર્કર, ફેસિલિટેટર અને મધ્યાહન ભોજન કર્મચારીઓ પણ જોડાયા છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ કાયદાનું રક્ષણ અને શોષણ વિરોધી પગલાં સામેલ છે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.