
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરાઈ..
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપવી સજાપાત્ર ગુનો.
સીંગવડ તા. ૯
રણધીપુર પોલીસ સ્ટેશન પી.આઈ. એન કે ચૌધરી તથા સ્ટાફ દ્વારા સિંગવડ ખાતે ની ચાર જેટલી મેડિકલ સ્ટોરો ની તપાસ હાથ ધરવામાં આવી જેમાં સરકાર દ્વારા પ્રતિબિંધ કરેલી નશા યુક્ત સીરપ ની દવાઓ ના વેચાણ થાય છે કે નહીં તથા એક્સપાયર ડેટ વાળી દવાઓ વેચાણ કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસાના ડોક્ટર તથા ફાર્માસિસને સાથે રાખી મેડિકલ સ્ટોરો ને ચેક કરવામાં આવ્યા હતા.
જ્યારે મેડિકલ સ્ટોર ખાતે રેકર્ડ તથા સ્ટોક પત્રક પણ રાખવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે રણધીપુર પી.આઇ આ બધી તપાસ હાથ ધરી ત્યાં કોઈપણ જાતનો નસાયુક્ત દવા કે એક્સાઇડ ડેટ દવા મળી નહોતી અને બધી જ મેડિકલ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં કોઈપણ જાતની ગેરરીતિ ઝડપાઈ નહોતી.