*’શાળા પ્રવેશોત્સવ – ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’* *જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, દાહોદ દ્વારા ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*’શાળા પ્રવેશોત્સવ – ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…‘*

*જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, દાહોદ દ્વારા ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો*

દાહોદ તા. ૨૯

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા શિક્ષા યજ્ઞના મહત્વના કાર્યક્રમ “શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫” અંતર્ગત કાળીગામ ગુર્જર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી ઉલ્લાસભેર સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો અને તેજસ્વી બાળકોને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા, એલ. સી. બી. પી. આઈ. શ્રી, લીમડી પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત કાળીગામ ગુર્જરના સરપંચશ્રી, તાલુકા સભ્યશ્રી, અન્ય મહાનુભાવો તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો, વાલીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને નવ પ્રવેશ મેળવનાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

000

Share This Article