દાહોદ જિલ્લામાં 22 જૂને 367 ગ્રામ પંચાયતો માટે મતદાન, આચારસંહિતા અમલમાં.. 900 મતદાન મથકો અને 6,000થી વધુ પોલિંગ બુથો પર થશે મતદાન..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં 22 જૂને 367 ગ્રામ પંચાયતો માટે મતદાન, આચારસંહિતા અમલમાં..

900 મતદાન મથકો અને 6,000થી વધુ પોલિંગ બુથો પર થશે મતદાન..

ગુજરાત મુખ્ય ચૂંટણી આયોગે પંચાયતી ચૂંટણી જાહેર કરતાં દાહોદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો

દાહોદ તા.28

ગુજરાત મુખ્ય ચૂંટણી આયોગે આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરતા આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ આગામી 22 જૂનના રોજ 367 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ દાહોદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. દાહોદમાં આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીના દિવસે મુદત પૂરી થયેલ પંચાયતોની 162 બેઠકો તેમજ વિભાજન થઈ અલગ પડેલી 121 બેઠકો મળી કુલ 367 ગ્રામ પંચાયતોની બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. 

 

ગુજરાત મુખ્ય ચૂંટણી આયોગે આજે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની જાહેરાત કરી છે જેમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ 2 જૂન, ઉમેદવારી પત્ર ભરવા માટેની તારીખ 9 જૂન, ઉમેદવારોના નામાંકન ચકાસણી કરવાની તારીખ 10 જૂન, ઉમેદવારી પત્ર પરત લેવાની તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે.જ્યારે મતદાન તારીખ 22.6.2025 ના રોજ યોજાશે. જો પુનઃ મતદાન કરવાની ફરજ પડે તો 24 જૂને મતદાન થશે અને 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે. જોકે દાહોદ જિલ્લામાં ફુલ બેઠકોમાં 162 જેટલી પંચાયતોની મુદત પૂરી થતાં તેમની ચૂંટણી યોજાશે જ્યારે વિભાજન થઈ નવી પંચાયત અમલમાં આવેલી તેવી 121 બેઠકો પર મતદાન યોજાશે આજ પંચાયતોમાં 84 ગામની પેટા ચૂંટણી, ગામની સરપંચોની ચૂંટણી જ્યારે ૯૬ વોર્ડની ચૂંટણી યોજાશે આમ 279 સરપંચ, 2592 સભ્યો પંચાયતમાં આવેલા છે. જોકે 900 જેટલા મતદાન મથકો પર આગામી 22મીના રોજ 6,000 થી વધુ પોલિંગ બુથો ઉપર આ ચૂંટણી યોજાશે. દાહોદ જિલ્લામાં કુલ 633 પંચાયતો પૈકી 360 પંચાયતોમાં અગાઉ ચૂંટણી યોજાઈ ચૂકી છે. ત્યારે બાકીની પંચાયતોમાં હવે ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખની છે કે છેલ્લા ઘણા સમયથી જે પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં વહીવટદાર મૂકી દેવામાં આવ્યા હતા.

Share This Article