ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું*

સુખસર,તા.27

ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજરોજ નાની ઢઢેલી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવત,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રમેશ પહાડિયા,તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ અમલીયારના માર્ગદર્શન હેઠળ સો દિવસ ટી.બી કમ્પેઇન અંતર્ગત પી.એચ.સી મેડિકલ ઓફિસર તથા દીપક ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી એક્સ-રે વાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બી.પી,સુગર,લોહીના રિપોર્ટ,આંખની તપાસ તથા વજનની તપાસ કરવામાં આવી હતી,જેમાં કુલ 110 લોકોના એક્સ-રે તથા તપાસ કરવામાં આવી હતી.તથા પી.એમ.જે.એ.વાય બાકી રહેલ લાભાર્થીઓના કાર્ડની આગળની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

Share This Article