Sunday, 01/06/2025
Dark Mode

દાહોદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ યુવક પાસેથી 9 લાખ સેરવી લીધા.. દાહોદ તા.૨૭

May 27, 2025
        1176
દાહોદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ યુવક પાસેથી 9 લાખ સેરવી લીધા..  દાહોદ તા.૨૭

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાના બહાને સાયબર ગઠિયાઓએ યુવક પાસેથી 9 લાખ સેરવી લીધા..

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતાં એક ૨૫ વર્ષિય યુવકને સોશીયલ મીડીયાના ટેલીગ્રામ અને વોટ્સએપના માધ્યમથી ૧૪ અજાણ્યા ઈસમો દ્વારા સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઉંચા વળતરની યુવકને લાલચ આપી હતી અને અલગ અલગ સમયગાળા દરમ્યાન યુવકના બેન્ક ખાતામાંથી ઓનલાઈન મારફતે રૂા.૯,૧૧,૫૭૫ ભરાવડાવી ઓનલાઈન ફ્રોડ કરી મુળ રકમ તેમજ આપવામાં આવેલ ઉંચા વળતરના નાણાં ન ચુંકવતાં આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ નગરમાં અંબિકા નગર સોસાયટી ખાતે રહેતાં ૨૬ વર્ષિય વિશ્વરાજ દિનેશચંદ્ર કલાલને ગત તા.૦૫.૦૩.૨૦૨૫ થી તારીખ ૦૮.૦૩.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન ૧૪ જેટલા અજાણ્યા ઈસમોએ વિશ્વરાજનો સોશીયલ મીડીયાના ટેલીગ્રામ અને વોટ્સએપ માધ્યમથી સંપર્ક કર્યાે હતો અને વિશ્વરાજને ચેનલના ઓનલાઈન રિવ્યુ આપી ટેલીગ્રામ પર વોટ્સએપ ચેનલના ફેક વેબપેજ બનાવી વિશ્વરાજને ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લીધાં હતાં. વિશ્વરાજને ટેલીગ્રામના એક ગ્રૃપમાં એડ કરી અલગ અલગ સમયગાળા દરમ્યાન અલગ અલગ બેન્ક ખાતાઓમાં વિશ્વરાજના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૯,૧૧,૫૭૫ ટ્રાન્સફર કરાવ્યાં હતાં. આ નાણાંની લાંબા સમયગાળા દરમ્યાન મુળ રકમ તેમજ વળતર સાથે ચુંકવણું ન કરવામાં આવતાં વિશ્વરાજને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ મામલે વિશ્વરાજ દિનેશચંદ્ર કલાલે સાયબર ક્રાઈમ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!