Sunday, 01/06/2025
Dark Mode

દેવગઢ બારીયાના આકલીમાં રેતી ભરેલા ડમ્ફર ની અડફેટે સાળી બનેવી નું મોત, પત્ની ઈજાગ્રસ્ત..

May 27, 2025
        1131
દેવગઢ બારીયાના આકલીમાં રેતી ભરેલા ડમ્ફર ની અડફેટે સાળી બનેવી નું મોત, પત્ની ઈજાગ્રસ્ત..

દેવગઢ બારીયાના આકલીમાં રેતી ભરેલા ડમ્ફર ની અડફેટે સાળી બનેવી નું મોત, પત્ની ઈજાગ્રસ્ત..

દાહોદ તા. ૨૭

દેવગઢ બારિયા તાલુકાના આંકલીમાં ડમ્ફરની ટક્કરમાં તગારા વેચી અનાજ લઇને બાઇક ઉપર પરત જઇ રહેલા બનેવી સાળીનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જી ડમ્ફર લઇ ચાલક ફરાર થઇ ગયો હતો. સાગટાળા પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયાના 30 વર્ષીય નંદાભાઇ કાલુનાથ જોગી તેની પત્ની 23 વર્ષીય આરતીબેન નંદાનાથ જોગી અને સાળી 18 વર્ષિય પાર્વતીબેન કાનાનાથ જોગીને લઇને એમપી-44-એમવી-2446 નંબરની બાઇક ઉપર ગતરોજ તગારા વેચવા માટે નીકળ્યા હતા. ત્યારે બપોરના સમયે તગારા વેચી અનાજ સાથે લઇને દેવગઢ બારિયા તરફ આવતા હતા. તે દરમિયાન આંકલી ગામે રોડ ઉપર આરજે-09-જીડી-9909 નંબરના ડમ્ફર ચાલકે પોતાના તાબાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નંદાભાઇ જોગીની બાઇક સાથે અકસ્માત કરી પોતાનું ડમ્ફર લઇને નાસી ગયો હતો. અકસ્માતમાં નંદાભાઇ જોગી અને તેની સાળી પાર્વતીબેનને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નિપજ્યુ હતું. જ્યારે તેની પત્ની આરતીબેનને નાની મોટી ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ થતાં સાગટાળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્ત આરતીબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં મૃતક નંદાભાઇ જોગીના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત સંદર્ભે રેશમભાઇ કાનાભાઇ જોગીએ ડમ્ફર ચાલક સામે સાગટાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફેટલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!