દાહોદમાં ગુનાખોરીના મકસદે આવેલા આંતરરાજ્ય ઇરાની ગેંગનો પર્દાફાશ:બેની ધરપકડ,બે ફરાર…  6 રાજ્યોમાં 70થી વધુ ગુનાઓમાં સંડોવણી, દો સ્ટાઇલમાં પીછો કરી દાહોદ પોલીસે ઝડપી પાડ્યા

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ગુનાખોરીના મકસદે આવેલા આંતરરાજ્ય ઇરાની ગેંગનો પર્દાફાશ:બેની ધરપકડ,બે ફરાર…

 6 રાજ્યોમાં 70થી વધુ ગુનાઓમાં સંડોવણી, દો સ્ટાઇલમાં પીછો કરી દાહોદ પોલીસે ઝડપી પાડ્યા

દાહોદ તા. 13

 મધ્યપ્રદેશથી ચોરીની બાઈકો ઉપર દાહોદમાં ચોરી, લૂંટ જેવી મોટી ઘટના ને અંજામ આપવા આવેલા આંતરાજ્ય કુખ્યાત આરોપીઓ ઝડપાયા છે.પોલીસે નેત્રમ તેમજ અન્ય ટેકનીકલ સોર્સની મદદથી ઝડપી પાડવામાં સફળતા સાપડી છે. પોલીસે બન્ને આંતરાજ્ય ગેંગના સભ્યો પાસેથી ચોરીની બે મોટરસાયકલ પણ કબ્જે લીધી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં ચોકાવનારા ખુલાસા થયા છે જેમાં પકડાયેલા બંને ઈસમો કુખ્યાત આરોપી હોવાનું સામે આવ્યું છે આ બંનેએ ચોરી લૂંટ ધાડ,ચેઇન સ્નેચિંગ, તેમજ મહિલાઓની છેડતી સહિતના 70 ગુનાઓમાં સામેલ હોવાની સ્ફોટક માહિતીઓ બહાર આવી છે.જયારે દાહોદમાં આવેલા આ ગેંગના અન્ય બે આરોપીઓ ભાગી છૂટવામાં સફળ થયા છે.જેને શોધવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં મોટી ઘટનાને અંજામ આપવા આવેલા બે આંતરરાજ્ય ગેંગના સભ્યોએ શહેરના ગોદી રોડ વિસ્તારમાં એ કોન્ટ્રાક્ટર ને આંતર્યો હતો. અને અમે પોલીસ છીએ સોના ચાંદીના ઘરેણા આવી રીતે ખુલ્લામાં કેમ પહેરીને ફરો છો. તેમ કહી ટોક્યા હતા.પરંતુ જાગૃત કોન્ટ્રાક્ટરે પોલીસના નામે ડરવાની જગ્યાએ ઉપરોક્ત કુખ્યાત આરોપીઓનો સામનો કર્યો હતો અને તેમને તગેડી મૂક્યા હતા. ત્યારબાદ આ જાગૃત નાગરિકે આ મામલે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે નેત્રમ કેમેરાના મદદથી ફિલ્મીઢબે પીછો કરી બાઈક સવાર મોહમ્મદ સૈયદ મૂળ રહે. મુંબઈ અને હાલ રહે. ભોપાલ તેમજ જુલ્ફીકાર ઈરાની રહે. ભોપાલ મધ્ય પ્રદેશને ઝડપી લીધા હતા.ત્યારબાદ પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા બન્ને મધ્ય પ્રદેશની કુખ્યાત ઈરાની ગેંગના સભ્યો હોવાનું જણાવ્યું હતું.તેમજ દાહોદ આવેલા અન્ય બે ઈસમો રિઝવાન ઈરાની તેમજ સેફુ મનોજખાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

*આંતરરાજ્ય ગેંગના સભ્યોએ 6 રાજ્યોમાં ગુનાખોરી આચરી હતી.*

 પકડાયેલા મોહમ્મદ સૈયદ તેમજ ઝુલ્ફીકાર ઈરાનીએ ઉત્તર પ્રદેશ,પશ્ચિમ બંગાળ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર, જેવા શહેરોમાં ધાડ,લૂંટ,ચેન સ્નેચિંગ,મહિલાઓ જોડે છેડતી જેવા વિવિધ ગુનાઓઆચાર્યો આચર્યાં હોવાનું સામે આવ્યું છે.જે પૈકી મોહમ્મદ સૈયદ વિવિધ 55 ગુનાઓ તેમજ જુલ્ફીકાર ઈરાની 15 ગુનાઓ આચર્યાં હોવાની કબૂલાત કરી હતી.

*ઈરાની ગેંગના સભ્યો દાહોદને મેગા સીટી સમજી નગરમાં પ્રવેશ્યા,ગુનો આંચરે તે પહેલા ઝડપાયા.*

પકડાયેલા બન્ને ગુનેગારો ભોપાલથી ચોરીની બાઈકો ઉપર ગુજરાતમાં મોટી ઘટનાને અંજામ આપવા માટે નીકળ્યા હતા. તેમની સાથે તેમના અન્ય બે સાગીરતો પણ હતા. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી દાહોદ ને જોઈ મોટી સીટી સમજી બેઠા અને અહીંયા જ ગુનાને અંજામ આપવા માટે નગરમાં પ્રવેશ કર્યો. પરંતુ દાહોદ પોલીસે આ આંતરરાજ્ય ગેંગને ઝડપી પર્દાફાશ કર્યો..

Share This Article