
સિંગવડ તાલુકાના પીવાના પાણી માટે એક પણ હેડપંપ કે પરબની વ્યવસ્થા નહિ હોવાના લીધે લોકોને પડતી તકલીફો…
સિંગવડ તા. 14
સિંગવડ તાલુકાના સિંગવડ નગરમાં પીવાના પાણી માટે મુસાફરો ને ફાફા મારવા પડતા હોય છે જ્યારે સિંગવડ બજારમાં એક પણ હેડ પંપ ચાલુ નહીં હોવાના લીધે બહારથી આવતા મુસાફરો તથા તાલુકાના કામ અર્થે આવતા લોકોને પીવાના પાણી માટે ફાફા મારવાનો વારો આવ્યો છે જ્યારે સરકારી તંત્ર દ્વારા બંધ હેડ પંપો તેને પાછા ચાલુ કરવામાં પણ રસ નથી જ્યારે સિંગવડ બજારમાં પાણીની પરબની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી જ્યારે આવા ભર ઉનાળે લોકોને પીવાના પાણીની આગ બુજાવવા માટે હોટલો કે પછી વેચાતું પાણી લેવા માટે મજબૂર થવું પડે છે જ્યારે સિંગવડ ખાતે તાલુકા પંચાયત સભ્યને 20% ની ગ્રાન્ટમાંથી બે વર્ષથી પાણીનું વોટર કુલર મંજૂર કરી દેવામાં આવ્યું છે તો આજ દિન સુધી આ પાણીનો વોટર કુલર નાખવામાં નથી આવ્યું પીવાના પાણી માટે મુસાફર તથા લોકોને ભર ઉનાળે તકલીફ પડતી હોય છે જ્યારે સરકાર દ્વારા નાખવામાં આવેલા હેડ પંપો પણ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા દરેક ગામોમાં પાણીની સુવિધા ગરમી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છતાં સરકારી તંત્ર દ્વારા કોઈપણ હેડ પંપો રીપેરીંગ કરવામાં નથી આપતા કે પછી સરકારી તંત્ર દ્વારા પીવાના પાણીની માટે વ્યવસ્થા ઉભી કરવામાં નથી આવતી..