
લીમખેડા નજીક દારૂ ભરેલી પિકઅપ પલટી:NH-59 પર ડાલું ઊંઘા માથે થતાં દારૂ-બીયરની લોકોએ લૂંટ મચાવી,ચાલક ઈજાગ્રસ્ત; પોલીસે તપાસ શરૂ કરી..
દાહોદ તા.06
અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે (NH-59) પર લીમખેડાના વિજય હોટલ નજીક એક મોટી ઘટના સામે આવી છે. વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડીનો અકસ્માત સર્જાયો હતો. પિકઅપ અકસ્માત રોડ પર ઊંઘા માથે થઈ ગઈ હતી. દરમિયાન બીયરના ટીન રોડ પર વિખેરાયા હતા. જ્યારે દારૂની બોટલો અને બીયરના ટીન લઈને લોકો ફરાર થઈ ગયા હતા
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પિકઅપ ગાડી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં પિકઅપ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પિકઅપ પલટી જતાં રોડ પર દારૂની બોટલો વેરાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પહોંચે તે પહેલાં જ લોકો રોડ પર વેરાયેલી દારૂની બોટલો લઈને ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે