દાહોદ શહેરની નામાંકીત બેંકમાં ગતરાત્રે શોર્ટસર્કિટને કારણે આગ લાગતા અંદરનો સર સામાન બળીને રાખ..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ શહેરની નામાંકીત બેંકમાં ગતરાત્રે શોર્ટસર્કિટને કારણે લાગી આગ:શોર્ટ સર્કિટના કારણે બેન્કની અંદરનો સામાન બળીને રાખ થયો.

અગ્નિશામક દળે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવો..

દાહોદ તા.૦૫

દાહોદ શહેરમાં આવેલ અર્બન બેન્કમાં ગતરોજ રાત્રીના સમયે બેન્કમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં બેન્કમાં મુકેલ ઘણો ખરો સામના બળી ગયો હતો. મધ્યરાત્રીના ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ બુઝાવી હતી.

દાહોદ શહેરમાં નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ અર્બન બેન્ક ખાતે ગતરોજ મોડીરાત્રીના સમયે આકસ્મીક આગ લાગી હતી. જાણવા મળ્યાં અનુસાર, આગ શોર્ટ સર્કિટકના કારણે લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મધ્યરાત્રીના આગની ઘટનાને પગલે બેન્કના સત્તાધિશો સહિત આસપાસના લોકો

દોડી ગયાં હતાં અને દાહોદ ફાઈયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાઈયર ફાઈટરના લાશ્કરનો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં હાલ કેટલા રૂપીયાનું નુકસાન થયું તે જાણી શકાયું નથી.

 

————————-

Share This Article