રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સેવા વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહ -૨૦૨૫ અંતર્ગત આગ અંગેની જાગૃતિ અને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન યોજાયું*
દાહોદ તા. ૨૩
દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સેવા વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહ -૨૦૨૫ અંતર્ગત આગ અંગેની જાગૃતિ અને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દાહોદ તાલુકાની પડાવ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને આગ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. વિવિધ વર્ગની આગ માટે પ્રેક્ટીકલ ડેમો સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. આગ લાગતા પરિસ્થિતિમાં કેવી રીતે અને કઈ પ્રકારના પ્રાથમિક પગલાં લેવા, ફાયર ફાઇટિંગ ઉપકરણો માં લાગેલ ફાયર સિસ્ટમની અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ દ્વારા વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો વડે સ્કૂલના કર્મચારી/શિક્ષકો તેમજ બાળકોને આગથી બચવા માટે જરૂરી સલામતી ઉપાયોગની યોગ્ય રીતો શીખવવામાં આવી રહી છે.
૦૦૦