બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવેલા લોકોએ ઘર વાપસી કરી.
*હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ગયેલા પાંચ જેટલા પરિવારોએ મોહભંગ થતાં પુનઃહિંદુ ધર્મમાં ઘર વાપસી કરી*
સુખસર,તા.26
ભારતમાં ભારતના નાગરિકને પોતાની મરજી પ્રમાણે કોઈપણ ધર્મ પાળવાની છૂટ છે.પરંતુ તેનો અર્થ એ નથી કે અન્યના ધર્મના લોકોને લોભ લાલચ આપી ધર્મ ખંડિત કરાવી ધર્મ પરિવર્તન કરાવવું.છતાં પણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં આદિવાસી તેમજ અન્ય સમાજના ગરીબ લોકોને સમજાવી પટાવી દવા વિના દુઆથી સાજા કરવાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની અનેકવાર બુમો ઉઠે છે.અને આવી લોભ લાલચમાં આવેલા કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરી પણ લે છે.પરંતુ સમય જતા તેવા લોકોને પોતાના જન્મ નો ધર્મ પરિવર્તન કરી ખોટો રસ્તો અપનાવ્યો હોવાનું ભાન થતાં પરત ઘર વાપસી કરતા હોય છે.તેવા અનેક કિસ્સાઓ અગાઉ બની ચૂક્યા છે. હાલ તેવોજ કિસ્સો ફતેપુરા તાલુકાના ધુધસ ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેમજ આજુબાજુના લોકો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ત્યારે ખ્રિસ્તી ધર્મમાં મોહ ભંગ થતા પુનઃઘરવાપસી કરતાં ફતેપુરા તાલુકા પ્રમુખ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના પાંચેક જેટલા પરિવારો થોડા વર્ષ પહેલાં હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.ખ્રિસ્તી ધર્મમાં રહી પોતાનું જીવન ગુજારતા હતા.પરંતુ ખ્રિસ્તી ધર્મમાં મોહ ભંગ થતા પુનઃ હિન્દુ ધર્મ અપનાવતા ફતેપુરા તાલુકાના તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ખ્રિસ્તી માંથી ઘર વાપસી થયેલા પાંચ જેટલા પરિવારોને ભરતભાઈ પારગી દ્વારા સાલ ઓઢાડી, ફૂલહાર પહેરાવી,ગામમાં હવન કરી, માતાના મંદિરે ભજન મંડળી રાખીને એક કુંડી યજ્ઞ કરી તેમની ઘર વાપસીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે હજી આવા કેટલાક પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પુનઃહિન્દુ ધર્મ અપનાવશે તેમ જણાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતુ.