રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમા ભીષણ આગનો બનાવ: શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અનુમાન..
કોર્ટ રોડ પાસે બે મઝલા કાપડની દુકાનમાં મોડીરાત્રે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડતું થયું:વેપારીને 30 લાખનો નુકસાન..
દાહોદ તા.10
દાહોદ શહેરના કોર્ટ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે એક બે મંજલા કાપડની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. કોઈ કંઈક સમજે તે પહેલા જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ બનાવની જાણ દાહોદ ફાયર બ્રિગેડ તેમજ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળાને આગના બનાવથી દૂર કર્યો હતો. દરમિયાન દાહોદ ફાયર બ્રિગેડે આગ ઓલાવવાની કામગીરી કરી હતી જેમાં ભારે જહેમત બાદ ફાયર બ્રિગ્રેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે જોકે કાપડની દુકાનમાં આગ કયા કારણોસર લાગી હતી છે ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હતી જેમાં વેપારીના જણાવ્યા અનુસાર અંદાજે 30 લાખ રૂપિયા નો મુદ્દામાલ આગની લપટોમા બળી જવા પામ્યો છે.
દાહોદ શહેરના કોર્ટ રોડ પાસે પિહુ કલેક્શન – 2 નામક કાપડની દુકાનમાં ગઈકાલે રાત્રિના 10:30 વાગે ઓચિતી આગ ફાટી નીકળી હતી.અને થોડીક જ વારમાં આગ વધુ વિકરાળ બનતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ દાહોદ ફાયર બ્રિગ્રેડ તેમજ પોલીસને આગના બનાવ અંગે જાણ કરી હતી. જે બાદ ફાઈર ઈન્સ્પેક્ટર દીપેશ જૈન તેમજ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા.જયારે ડીવાયએસપી જગદીશ ભંડારી તેમજ સ્થાનિક પોલીસ પણ દોડી આવતા લોકોના ટોળાને વેર વિખેર કર્યા હતા. ફાયર બ્રિગેડે લગભગ બેથી અઢી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કેટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે એક મીની ફાયર ફાઈટર, બે વોટર બાઉઝર, તેમજ એક પછી એક પાણીના ટેન્કરની જરૂર પડી હતી.જોકે આ આગ બનાવવામાં કાપડના વેપારીને 30 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે.