રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની ગરબાડા ચોકડી પર બે એક્ટિવા સામ-સામે ટકરાતા અકસ્માત, એક મહિલા સહિત 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત..
દાહોદ તા.05
દાહોદ શહેરના ગરબાડા રોડ પર બે એક્ટિવા સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં હતા.
દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટરસાયકલ ચાલકો બેદરકારી પૂર્વક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવતા હોવાના કારણે ટુ વ્હીલરથી થતા અકસ્માતોની ઘટનાઓમા વધારો થઈ રહ્યો છે. કેટલાક અકસ્માતોમાં બાઈક સવાર ઈસમોને જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળેજ મોત નિપજતા હોય છે, દાહોદ જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ તરફથી આવા અકસ્માતોને રોકવા તમામ પ્રયાસો કરવામા આવી રહ્યા છે, તેમ છતા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદ ગરબાડા રોડ પર બની છે.
ગરબાડા તરફથી આવતી એક્ટિવા અને દાહોદ તરફથી જતી એક્ટિવા સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર એક મહીલા અને એક પુરુષ રોડ પર ફગોળાતા બન્નેને શરીરે હાથ પગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મહિલા અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવાં મળેલ છે.