Thursday, 26/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેના મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ..

December 4, 2024
        324
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેના મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ..

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેના મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ..

દાહોદ તા.04

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેના મોત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ..

 ઝાલોદ તાલુકાના કલજીની સરસવણી ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં આજ રોજ સવારના સમયે મહીસાગર જિલ્લાના સંતરામપુરના બાબરોલ ફુલપુરી ફળિયામાં રહેતા સુક્રમભાઈ બળવંતભાઈ આમલીયાર પોતાના કબજાની મોટરસાયકલ લઇ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટરસાયકલ ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂર ઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવી સુક્રમભાઇની મોટરસાયકલ સાથે જો સ્પેસ ટક્કર મારતા સુક્રમભાઈ મોટરસાયકલ સાથે જમીન પર ભંગોળાયા હતા જેને પગલે તેઓને શરીરે તેમજ હાથે, પગે ગંભીર જીવલઈ જાઓ ફોસતા તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બળવંતભાઈ રૂમાલભાઈ આમલીયાર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જયારે માર્ગ અકસ્માતનો બિજો બનાવ દાહોદના સબરાળા ગામે બનવા પામ્યો હતો જેમાં આજ રોજ ઉચવાણીયા ગામે હનુમાનઘાટી ડીંડોડ ફળિયામાં રહેતા રમેશભાઈ વસનાભાઈ ભુરીયા અને તેમની સાથે નીતિનભાઈ દિનેશભાઈ ભૂરીયા બંને જણા એક મોટરસાયકલ પર સવાર થઈ દાહોદના સબરાળા ગામેથી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર વ્હીલર ગાડી ના ચાલકે પોતાના કબજાની ફોરવીલર પૂર ઝડપે અને ગફલતરી રીતે હંકારી લાવી રમેશભાઈના કબજા ની મોટરસાયકલને જોશભેર ટક્કર મારતા રમેશભાઈ તથા તેમની સાથેના નીતિનભાઈ બંને મોટરસાયકલ પરથી જમીન પર ફંગોળાયા હતા જેને પગલે રમેશભાઈને શરીરે તેમજ હાથે, પગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત નીતિનભાઈ ને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ સંબંધે મહેશભાઈ નજમાભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!