દાહોદમાં રસ્તા વચ્ચે નિર્માણાધીન પાકું દબાણ દૂર કરતું નગરપાલિકા તંત્ર…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં રસ્તા વચ્ચે નિર્માણાધીન પાકું દબાણ દૂર કરતું નગરપાલિકા તંત્ર…

દાહોદ તા. ૨૧

દાહોદ શહેરના ચાકલીયા રોડ વિસ્તારમાં એક ઈસમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન આવેલી રજાઓ દરમિયાન રસ્તા વચ્ચે પાકું બાંધકામ શરૂ કર્યું હતું જે પાલિકા તંત્રને ધ્યાનમાં આવતા આજરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સિટીના કામો ચાલી રહ્યા છે. દરમિયાન શહેરના ચાકલીયા રોડ વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમિયાન સરકારી કચેરીઓમાં પડેલી રજાઓમાં સુખદેવ કાકા હરિજનવાસ ની પાસે રસ્તા વચ્ચે એક વ્યક્તિ દ્વારા કોલમ ઉભા કરી પાકુ દબાણ ઊભું કરી રહ્યો હતો. જે અંગેની જાણ દાહોદ નગરપાલિકાના દબાણ વિભાગને થતા આજરોજ ચીફ ઓફિસર ની સૂચના અનુસાર બાંધકામ વિભાગના સર્વેયર તેમજ દબાણ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી નિર્માણાધીન દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

Share This Article