રાજેશ વસાવે :- દાહોદ
ભથવાડા ટોલ પ્લાઝા ખાતે લીમખેડા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને નિરામયા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓથી સજજ મોબાઇલ મેડિકલ યુનિટનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.
ટ્રક ડ્રાઈવરોના આરોગ્યની ચકાસણી અને સારવાર કરાશે
દાહોદ તા. ૧૯
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ ખાતે આવેલ ભથવાડા ટોલ પ્લાઝા ખાતે આજે હાઈવે ઇનફાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોબાઇલ મેડિકલ યુનિટનો શુભારંભ કાર્યક્રમ લીમખેડાના પ્રાંત અધિકારી વાય.કે.વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
દાહોદ જીલ્લા માંથી અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પસાર થાય છે, જે નેશનલ હાઈવેનુ સંચાલન કરતી કંપની હાઈવે ઇનફાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને અપોલો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ટ્રક ડ્રાઈવરોની આરોગ્ય સેવાઓ પુરી પાડવાના ઉદ્દેશ તેમજ આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના હેતુથી નિરામયા પ્રોજેક્ટ અંતર્ગત એક મોબાઇલ મેડિકલ યુનિટ શરૂ કરવામા આવી છે જેનો મોબાઇલ મેડિકલ યુનિટ વાનનો ઉદ્ઘાટન સમારોહ આજ રોજ દેવગઢ બારીઆ ના ભથવાડા ટોલ પ્લાઝા ખાતે યોજાયો હતો, હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્વારા અપોલો ફાઉન્ડેશનના સહયોગથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ટ્રક ડ્રાઈવર તેમજ હાઈવે પરથી પસાર થતા ડ્રાઈવર સહિતના લોકોને મફત મેડિકલ તપાસ તેમજ સારવાર મળી રહે તેવા આશયથી આજથી આ સેવાનો શુભારંભ કરવામા આવ્યો છે. આ મોબાઇલ મેડિકલ યુનિટમા અપોલો હોસ્પિટલના ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ ફરજ બજાવશે અને હાઈવે પરથી પસાર થતા ટ્રક ડાઈવરની તપાસ અને સારવાર કરવામા આવશે તેમજ ડ્રાઈવરને કોઈ ગંભીર બીમારી સામે આવશે તો તેની તપાસ તેમજ સારવાર માટેની વ્યવસ્થા પણ હાઈવે ઇનફાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્વારા કરવામા આવશે જેના કારણે ડ્રાઈવરોના સમય અને પૈસાની બચત થઈ શકશે અને આરોગ્યની યોગ્ય જાળવણી ના કારણે હાઈવે પર થતા અકસ્માતોમા પણ ઘટાડો નોંધાશે. હાઈવે ઇનફાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને અપોલો ફાઉન્ડેશન દ્વારા એક વર્ષમા 15 હજાર જેટલા ડ્રાઈવરોની આરોગ્ય તપાસ અને સારવારનો લક્ષ્યાક નક્કી કરવામા આવ્યો છે, જેના કારણે ડ્રાઈવરોને આરોગ્યના ખર્ચ અને નિદાનમા સહાયતા મળવાથી રાહત થઈ શકશે.
ભથવાડા ટોલ પ્લાઝા પર હાઈવે ઇનફાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્વારા આરોગ્ય મોબાઇલ મેડિકલ યુનિટના શુભારંભ કાર્યક્રમમા વિરેન્દ્ર પરમાર, આર.ટી.ઓ. દાહોદ, રામ વર્મા, હાઈવે ઈજનેર, નેશનલ હાઈવે ઓથોરીટી, પ્રિયેશ કુમાર રાઠોડ, હેડ સી.એસ.આર, અતુલ યાદવ, ભથવાડા ટોલ પ્લાઝાના કર્મચારી સહિત સ્કુલના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.