
રાજેશ વસાવે :- દાહોદ
*નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કવિ્ઝ કમ્પિટિશન બેઠક યોજાઈ*
દાહોદ તા. ૧૪
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ અને રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ “ ભારત વિકાસ સપ્તાહ ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહના ભાગરૂપે દાહોદમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ નિમિતે બેઠક યોજવામાં આવી હતી. જે નિમિતે વિકસિત ભારતના નિર્માણ માટે તમામ વિભાગના અધિકારીશ્રીઓને દાહોદ જિલ્લામાં “વિકસિત સપ્તાહ” માં વિકાસ સપ્તાહ નિમિતે ૨૩ વર્ષના વિકાસ સંબંધિત ઓનલાઇન કવિ્ઝ કમ્પિટિશનમાં ભાગ લઇ જન-ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ નિમિતે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓએ પોતાના મોબાઈલ ફોન દ્વારા કવિ્ઝ કમ્પિટિશનમાં ભાગ લઇને ઓનલાઇન સર્ટિફિકેટ પણ મેળવી વિકાસ સપ્તાહની આ ઝુંબેશમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
***