ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં વરસાદના લીધે ઐતિહાસિક રવાડીનો મેળો બગડ્યો.
વેપારીઓને પ્લોટનું ભાડું પણ ચૂકવવામાં ફાફા
સંતરામપુર તા. ૩૦
સંતરામપુર નગરમાં વર્ષોથી ભરાતો ઐતિહાસિક રવાડી નો મેળો સતત વરસાદ પડવાના કારણે ધીરે ધીરે મેળાની મજા બગડતી ગઈ જ્યારે બીજી બાજુ દિવસે જાહેર હરાજીમાં પ્રાંતના અધ્યક્ષતા ની આ મેળા યોજાયેલીમાં જમીનનું ભાડું ઊંચા ભાવ હોવાના કારણે વેપારીઓમાં ભાડું ચૂકવવામાં પણ ફાફા પડી રહેલા છે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે 18મી તારીખના રોજ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં રવાડી ના મેળા નું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું ત્યારબાદ બે દિવસ પછી સતત ભારે વરસાદ પડવાના કારણે મેળા ની અંદર મોટાભાગના લોકો ની સંખ્યાઓ પણ ઝાંખી જોવા મળી રહેલી જ્યારે બીજી બાજુ સતત વરસાદ પડવાના કારણે મેળામાં ચારે બાજુ ગંદકી અને રોગચાળાનો પણ ભયભીતી સિવાય રેલી છે આ રવાડી ના મેળામાં પાલિકા સારી એવી આવક ઉભી કરતી હોય છે
તેમ છતાં સામે પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ ગયેલી હતી ચારે બાજુ ગંદકી અને સુવિધા નો અભાવ જોવાયેલો હતો સવાર સાંજ ગમે ત્યારે જેવો સફાઈ જોવા મળતી જ નથી મેળાના મોટાભાગના વેપારીઓ અને ચકડોળના માલિકો માણસો સોસ ક્રિયા માટે સુકી નદીનો ઉપયોગ બગાડ પણ કરતા હોય છે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે પરંતુ પાલિકા દ્વારા જાહેર શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. દર વર્ષ કરતાં આ વખતે પ્લોટની કિંમત બે ગણી વધારો થતા અને મેળામાં પબ્લિક ના આવતા નહીં વેપાર ન થતા વેપારીઓ અને ચગડો ન માલિકો સતત આઠ દિવસ સુધી એકધારી વરસાદના કારણે ધંધામાં મોટી અસર જોવા મળેલી હતી બહારથી આવતા વેપારીઓ અને ચકડોળના માલિકો સુવિધા નો અભાવ અને જમીન ભાડું પણ ના ચૂકી શકે તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીઓ માં ભારે આપણો જોવા મળી આવેલો છે . મોટાભાગની ચકડોળ હોળી અન્ય આઈટમો વરસાદના કારણે ચલાવી શકતા નથી અને થંભી ગઈ હતી મેળાઓમાં અત્યારે માતમજીવી પરિસ્થિતિ જોવા મળી છે.