રાજેશ વસાવે :- દાહોદ
*દિવાળીના પર્વ દરમ્યાન હંગામી ફટાકડા વેચાણ માટેના લાયસન્સ મેળવવા અરજી કરવી*
દાહોદ તા. ૬
ચાલુ વર્ષે આગામી દિવાળીના પર્વ દરમ્યાન દાહોદ જિલ્લામાં ફટાકડા/દારૂખાનાના વેચાણ માટે હંગામી ધોરણે સ્ટોલ ઉભા કરવા માટેના ફટાકડા વેચાણ માટેના હંગામી લાયસન્સ મેળવવા ઈચ્છતા વેપારીઓ/અરજદારોએ મોડામાં મોડા તા.૧૦.૧૦.૨૦૨૪ સુધીમાં એક્ષપ્લોઝીવ રૂલ્સ, ૨૦૦૮ ના નિયત નમૂનાના અરજી ફોર્મ માં તમામ વિગતો ભરી (અરજી ફોર્મ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતેથી મળી રહેશે) પુરાવાઓ સહિત,અરજી પર રૂા.૩/– ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી તથા લાયસન્સ ફી રૂા.૬00–છસ્સો પુરા તથા અરજીની તપાસણી ફી રૂા.૩૦૦/– ત્રણસો પુરા “૦૦૭૦–અન્ય વહીવટી સેવા’ ના સદરે જમા કરી તેના અસલ ચલણ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી, દાહોદની કચેરી, જિલ્લા સેવા સદન,દાહોદ રૂમ નંબર–૨૦ મું છાપરી પર બિનચૂક રૂબરૂમાં મોકલી આપવાની રહેશે.
અધુરી વિગતો વાળી અરજીઓ તથા ઉક્ત સમયમર્યાદા પછી રજૂ થયેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વિકારવા કે ઘ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ લાગતા વળગતા વેપારીઓ / અરજદારોએ નોંધ લેવી.
૦૦૦