ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સંતરામપુર તા. ૬
સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળામાં 5મી સપ્ટેમ્બર ના રોજ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન ને દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળાના 30 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી. જેમાં આચાર્ય તરીકે ધોરણ 8 ના દિક્ષિતાબેન પટેલિયા સેવા આપી હતી. દરેક વર્ગમાં સમયપત્રક વિષયવસ્તુને અનુરૂપ શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી ઉમેશભાઈ પુંંવારે વિદ્યાર્થીઓ અને નવીન શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તથા મહાનુભવોનું પુષ્ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન કવન અને તેમનું યોગદાન તેમજ સમાજમાં શિક્ષકનું સ્થાન જેમાં શિસ્ત ક્ષમા અને કર્તવ્યના ઉપાસક શિક્ષકોની ભૂમિકાને બિરદાવી હતી.અને દરેક વિદ્યાર્થીનું સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના સેવાભાવી શ્રી ચંદુભાઈ પટેલિયા તરફથી શાળામાં વૃક્ષોના રોપાઓની અર્પણવિધી કરી વૃક્ષારોપણ કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા. જેમાં s.m.c ના સભ્યો તથા નટુભાઈ માલીવાડ તેમજ નિવૃત્ત શિક્ષક શ્રી સોમાભાઈ ડીંડોર હાજર રહી શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો..