ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે તે 12 ફૂટ લાંબા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે તે 12 ફૂટ લાંબા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું 

ગરબાડા તાલુકામાં અવારનવાર અજગર નીકળવાની ઘટનાઓ બનતી હોય છે

ગરબાડા તા. ૫ 

આજે તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ સાંજના છ કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે કાચલા ફળિયામાં રમેશભાઈ ભાભોરના ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. જેની જાણ સ્થાનિક લોકો દ્વારા ગરબાડાની ઓલ એનિમલ રેસક્યુ ટીમને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમનાં મેમ્બર રાજુભાઈ ડામોર સાથે ઘટના સ્થળે પહોંચીને અજગરને પકડવાને કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં મહા મહિનો તે આ 12 ફૂટ લાંબા અને 25 કિલો વજન ધરાવતા અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જેને પંચકાસ કરીને ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો…

Share This Article