
રાહુલ ગારી :- ગરબાડા
તસ્કરો સીસીટીવીમાં કેદ:એક મહિનામાં ચોરીની ત્રીજી ઘટના
ગરબાડાના ભાભરા રોડ પર ઓટો ગેરેજમાં તસ્કરો ત્રાટક્યા,
ગરબાડામાં ચોરનો આતંક એક જ મહિનામાં ચોરીનો ત્રીજો બનાવ..
દાહોદ તા. 19
ગરબાડા નગરમાં ગત રાત્રિના દસ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોરોએ સબીર ઓટો ગેરેજને નિશાન બનાવ્યું હતું. અને દુકાનની બહાર પાર્ક કરેલી બાઈકનું એન્જિન તેમજ બેટરી કાઢી ચોરી કરી ફરાર થયા હતા. ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતા. ચોરોને સીસીટીવી જોવાતા તેઓ દ્વારા સીસીટીના કેબલ પણ તોડી નાખ્યાં હતા. બાઈક માંથી એન્જિન તેમજ બેટરી ની ચોરી થતાં ઓટો ગેરેજ ના માલિક દ્વારા ગરબાડા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં આ એક જ મહિનામાં ચોરીનો ત્રીજો ચોરીનો બનાવ બનતા પંથકમાં ભઈ પ્રસરી જવા પામ્યો હતો.