
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નગરમાં તસ્કરોનો આતંક,રાત્રીના સમયે ગરબાડાના પ્રતાપનગર માં આવેલ દુકાનમાં ચોરી.
૭ દિવસમાં ચોરીનો બીજો બનાવ બનતા નગરજનોમાં ભય છવાયો.
ગરબાડાના પ્રતાપનગરમાં ગત રાત્રિએ એક બંધ દુકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો દુકાનનો સરસામાન લઈ પલાયન થઈ ગયા હતા.
ગરબાડા તા. ૧૧
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા ના પ્રતાપનગર ખાતે રણજીતભાઇ મછાર ના મકાનમાં રાત્રીના સમયે ચોરો અંધારાનો લાભ લઈ મકાનના દરવાજે લગાવેલ તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાન નો તમામ સરસામાન તથા મકાનમાં મૂકી રાખેલ ખુરશીઓ પણ લઈ ગયા હતા અને મકાનમાં રહેલ ચીજવસ્તુઓ વેરવિખેર કરી મકાનના પાછળ ના ભાગેથી નીકળી જતા રહ્યા હતા ત્યારે આ ચોરી કરેલ દુકાનનો કેટલોક સામાન માધ્યમિક શાળા પાસે ફેંકેલો જોવા મળ્યો હતો આ બાબતે મકાન માલિક રણજીત ભાઈ દ્વારા ગરબાડા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરીની ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નગરમાં થોડા દિવસ પહેલા પણ એક દુકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી અને હાલ ગરબાડા નગરમાં ફરીવાર બીજીવાર ચોરીની ઘટના બનતા નગરજનોમાં તસ્કરોનો ભય છવાઇ જાવા પામ્યો હતો.