Saturday, 07/09/2024
Dark Mode

સંજેલી વોટર વર્કસ ની જમીન પર રસ્તો નાળુ ગેરકાયદે સર બનાવી દેતા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત.

July 27, 2024
        954
સંજેલી વોટર વર્કસ ની જમીન પર રસ્તો નાળુ ગેરકાયદે સર બનાવી દેતા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી વોટર વર્કસ ની જમીન પર રસ્તો નાળુ ગેરકાયદે સર બનાવી દેતા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત.

સર્વે નંબર 6ની ખરાબા વાળી જમીન ની માપણી કરી હદ નિશાન કરવા અરજદાર દ્વારા ફી ભરાઈ.

સંજેલી પંચાયતની ખરાબાની જમીનમાં પરવાનગી લીધા વગર દબાણ કરી નાળુ, રસ્તો બનાવી દેતા મામલો ગરમાયો.

વિવાદિત સર્વે નંબર 6 ની ખરાબા વાળી જમીનમાં માપણીની ફી ભરાતા ભુમિયાઓમાં ફફડાટ. 

સંજેલી તા. ૨૭ 

સંજેલી વોટર વર્કસ ની જમીન પર રસ્તો નાળુ ગેરકાયદે સર બનાવી દેતા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત.

સંજેલી પંચાયતની સંતરામપુર રોડ પર સર્વે નંબર છ માં સરકારી ખરાબા ની જમીન પર કોઈપણ જાતની પરવાનગી લીધા વગર નાળુ અને રસ્તો બનાવી દેતા દબાણ દૂર કરવા માપણી ફી ભરી કાર્યવાહી હાથ ધરાતા માથાભારે અને ભૂ માફિયાઓમાં દોડધામ મચી.

સંજેલી પંચાયત તંત્રની બેદરકારી હોય તેમ એક વર્ષ જેટલો ટાઈમ થી દબાણ દૂર કરવા માટે લેખિત મૌખિત રજૂઆતો ધારદાર કરવા છતાં સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતુ નથી. શું આ સંજેલી સંતરામપુર રોડ ઉપર આવેલી વોટર વર્કસ ની જમીન પર નાળુ બનાવી દબાણ ને લઈ અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ આ પરવાનગી વગર બનાવેલ નાળુ અને રસ્તો દબાણ દૂર કરવા માટે સંજેલી પંચાયત તંત્રની બેદરકારી સામે આવી છે. જેને લઈ સંજેલી નગરના સાજીદ ભાઈ રજાકભાઈ ચામડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના ખરાબાની જમીનની માપણી કરી હદ નિશાન મારી દબાણ દૂર કરવા માટે લેખિત રજૂઆત કરાતા સંજેલી નગરમાં ખડબડાટ મચી જવા પામી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંજેલી સરપંચ અને તલાટીને બોલાવીને સંતરામપુર રોડ પર આવેલી વોટર વર્કસ ની આઠ ગુંઠા સર્વે નંબર છ વાળી જમીન પર દબાણને લઈને રજૂઆત થતા તાત્કાલિક ફી ભરવા માટે જાણ કરવામાં આવી તે બાદ અરજદાર દ્વારા માપણી ફી ભરવામાં આવી.

આ ખરાબાની જમીનની પંચાયતને ફી ભરવાની આવે પણ સરપંચ તલાટી ગલ્લા તલ્લા કરતાં અમોએ અરજદારે 1800 રૂપિયા માપણી ની ફી ભરી.10 મહિનાથી પંચાયત સહિત તાલુકા જિલ્લામાં દબાણને લઈ વારંવાર રજૂઆત બાદ કોઈપણ જાતનો ન્યાય ન મળતા ફરી તાલુકામાં રજૂઆત કરતા માપણીની ફી ભરી કાર્યવાહી ધરાઈ છે.

સાજીદ રજાક ચામડિયા

સંજેલી સંતરામપુર રોડ પર વોટર વર્કસ ની સરકારી ખરાબાની જમીન પર સર્વે નંબર છ ની જમીનની ફરી માપણી ફી ભરવામાં આવી માપણી થયા બાદ જે દબાણ હશે તે દબાણ દૂર કરવામાં આવશે.   તલાટી રાહુલ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!