Sunday, 08/09/2024
Dark Mode

એક વર્ષમાં બે વાર ડીપ બનાવ્યું કપચી અને લોખંડ ઉપર ઉપસી આવતા કોન્ટ્રાક્ટર પોલ ખુલ્લી. સંજેલી તાલુકાના પાંડી ફળિયામાં ડીપ પર ધોવાણ થતા કપચી અને લોખંડના સળિયા ઉપર દેખાયા.

July 23, 2024
        644
એક વર્ષમાં બે વાર ડીપ બનાવ્યું કપચી અને લોખંડ ઉપર ઉપસી આવતા કોન્ટ્રાક્ટર પોલ ખુલ્લી.  સંજેલી તાલુકાના પાંડી ફળિયામાં ડીપ પર ધોવાણ થતા કપચી અને લોખંડના સળિયા ઉપર દેખાયા.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

એક વર્ષમાં બે વાર ડીપ બનાવ્યું કપચી અને લોખંડ ઉપર ઉપસી આવતા કોન્ટ્રાક્ટર પોલ ખુલ્લી.

સંજેલી તાલુકાના પાંડી ફળિયામાં ડીપ પર ધોવાણ થતા કપચી અને લોખંડના સળિયા ઉપર દેખાયા.

એક વર્ષમાં 2 વાર ડીપ બનાવાયુ છતાં ધોવાઈ ગયો કોન્ટ્રાક્ટ સામે ગ્રામજનોનો રોષ.

વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાઈ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગત ના આક્ષેપો.

દાહોદ તા.23

એક વર્ષમાં બે વાર ડીપ બનાવ્યું કપચી અને લોખંડ ઉપર ઉપસી આવતા કોન્ટ્રાક્ટર પોલ ખુલ્લી. સંજેલી તાલુકાના પાંડી ફળિયામાં ડીપ પર ધોવાણ થતા કપચી અને લોખંડના સળિયા ઉપર દેખાયા.

સંજેલી તાલુકામાં જ્યાં જુએ ત્યાં કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટીરીયલ વાપરી કામ પૂર્ણ કરી લાખો રૂપિયા કમાઈ લેતા હોય છે આ બાબતે તંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી થશે કે કેમ તેવી ગ્રામજનો અને સ્થાનિક લોકોમાં ચર્ચા એ જોર પકડીયુ. નબળું અને હલકિ કક્ષાનું મટીરીયલ વાપરતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી પડી ગઈ.

સંજેલી તાલુકાના એક વર્ષ અગાઉ પાંડી ફળિયામાં ડીપ બનાવ્યો હતો તે કલકી કક્ષાનું મટીરીયલ વાપરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરાયા બાદ તોડી પાડી અને નવો ડીપ બનાવ્યો હતો. તે ડીપ ધોવાણ થતા લોખંડના સળિયા અને કપચી ઉપર ઉપચી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી. સંજેલી તાલુકામાં પાંડી ફળિયામાં બનેલા ડીપ લેભાગુ કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પડી જવા પામી છે. એક જ વર્ષમાં બે વાર ડીપ બનાવ્યું છતાં ધોવાઈ ગયું.અનેકવાર કોન્ટ્રાક્ટર ની બેદરકારી અને હલકી કક્ષાનું મટીયલ વાપરતા હોવાનું રજૂઆત કરવા છતાં આ બાબતે તંત્રએ કોઈપણ જાતનું ધ્યાન ન આપતા ફરી ધોવાણ થવાના દ્રશ્ય સામે આવ્યા છે. તંત્રની બેદરકારી હોવાના કારણે કોન્ટ્રાક્ટરો પોતાની મરજી મુજબ કામ કરી બીલો પાસ કરી ગાયબ થઈ જતા હોય છે. હિરોલાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાય રહ્યા છે કે એક વર્ષમાં જ ફરી કપચી લોખંડ સળિયા ઉપર ઉખડી આવતા ગામના લોકોએ ભ્રષ્ટાચારનો ખુલ્લેઆમ આક્ષેપ કરાયો. સંજેલી તાલુકાના હિરોલા ગામે મેઈન મુખ્ય રોડ મુખ્ય પ્રાથમિક શાળા આંગણવાડી થઈ પાંડી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા થી તળગામ સુધી રોડ રસ્તા નાળા ડીપ બનાવવાની કામગીરી સંપૂર્ણ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા એક વર્ષ પહેલાં કામગીરી કરવામાં આવી હતી જે 1.65 લાખના રૂપિયા ખર્ચે બનાવાઈ હતી જે કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના સ્થાનિકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ડીપ પર કપચી લોખંડના સળિયા ઉપર દેખાયા અને અધુરી કામગીરી લઈને સ્થાનિકો તેમજ શાળામાં જતા નાના ભૂલકાઓને અવર-જવરમાં ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ બાબતે તંત્ર અનેકવાર રજૂઆત કરવા છતાં આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું નથી વહેલી તકે તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઇ હલકી કક્ષાની અધુરી કામગીરી પર સારી કોલેટીનું મટીરીયલ વાપરી કામ પૂર્ણ 

 કરાવવામાં આવે આવે તેવી માંગ ઉઠવા પામી છે.

*કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ મટિરિયલ વાપર્યા, અધિકારીઓને ખુલ્લો પડકાર.*

હિરોલા પાંડી ફળિયામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને નબળું મટીરીયલ વાપરતા ડીપ પર લોખંડ અને કપચી ઉખડી આવતા તંત્રને રજૂઆત કરવા કરવામાં આવી છે તંત્ર અને કોન્ટ્રાક્ટરને ખુલ્લી ચેલેન્જ પહેલા સ્થળ તપાસ કરો કામગીરીમાં ભ્રષ્ટાચાર ના હોય તો મારા પર કાર્યવાહી કરવા અધિકારીઓને ખુલ્લો પડકાર કરવામાં 4આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!