
રાહુલ ગારી :- ગરબાડા
વરસાદિ પાણીના નિકાલના અભાવે ગરબાડા કુમાર શાળા ની આગળ જ ગંદકીનું સામ્રાજ્ય..
તંત્ર દ્વારા એક બાજુ હાલમાં ચાલી રહેલા ચાંદીપૂરા રોગ વિશે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ શાળાની આગળ જ ગંદકીનું સામ્રાજ્ય..
આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાની છંટકાવ કરી ઓઇલના દડા પણ નાખવામાં આવ્યા..
ગરબાડા તા. ૨૨
દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ થી પીડાતા છ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે અને આરોગ્ય વિભાગ ઘરે ઘરે સર્વે કરીને દવાનો છટકાવ કરીને લોકોને ચાંદીપુરા વાયરસથી જાગૃત કરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજે ગરબાડા કુમારશાળાની આગળ આવેલા મેદાનમાં વરસાદી પાણીનો નિકાલ માટે નાણાં ન મુકતા તેમજ તંત્રની બેદરકારીના કારણે મેદાનમાં ખીચડની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શાળાની બહાર દિવાલ ઉપર સ્વચ્છતા અંગેના બોર્ડ પેન્ટ કરેલા જોવા મળી રહ્યા છે અને લોકોને સ્વચ્છતા માટે ની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ શાળાની બહાર આવેલા મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હજુ તો ચોમાસુ બરાબર જામ્યું પણ નથી તે પહેલા અહીંયા પાણી સાથેખીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શું શાળાની બહાર ગંદકીમાં મચ્છરોનો ઉપદ્રવ ન થતો હશે શું આ ખીચડ અને ગંદકી માટે મચ્છરો શાળામાં ન જતા હશે. તંત્ર દ્વારા વહેલી તકે આ ખીચડ તેમજ ગંદકીની સાફ-સફાઈ કરવામાં આવે અને વરસાદિ પાણીના નિકાલ માટે ત્યાં નાળા નાખવામાં આવે તે જરૂરી બન્યું છે.