જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EVM મશીનની તોડફોડ કરી ભયનું વાતાવરણ ઉભું કરનાર ત્રણ માથાભારે ઇસમોને પોલીસે પાસા હેઠળ અટકાયત કરી ગુજરાતની ત્રણ અલગ અલગ જેલોમાં મોકલી અપાયા
દાહોદ તા.29
આજથી આશરે આઠેક મહિનાઓ અગાઉ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડિયા બુથ મથક ઉપર મારક હથિયારો ધારણ કરી EVM મશીનની તોડફોડ કરતા જે બાબતે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની દાહોદ પોલીસે આયોજન બધ્ધ યાદી તૈયાર કરી અને તેમના વિરૂધ્ધમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી દાહોદ જિલ્લા કલેક્ટરને મોકલી આપી તેમાં દાહોદ જિલ્લા કલેક્ટર દ્રારા પાસા પ્રપોઝલનો અભ્યાસ કર્યા બાદ ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EVM મશીનની તોડફોડ કરી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા (૧) મોહસીનખાન હનીફખાન મકરાણી રહેવાસી ઝાલોદ (૨) અસ્લમઅલી ઉર્ફે અસ્ફાક હેદરઅલી ફકીર રહેવાસી ઝાલોદ (૩) સાજીદ શબ્બીર સૈયદ રહેવાસી ઝાલોદ એમ ત્રણેય ગંભીર પ્રકારના ગુના ધરાવતા અને માથાભારે ઈસમો વિરુદ્ધ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્રારા પાસા પ્રપોઝલ ઉપર મંજૂરીની મહોર મારી દાહોદ એલસીબી પોલીસ દ્રારા ત્રણેય આરોપીઓની અટક કરી ત્રણેય આરોપીઓને જિલ્લા જેલ જામનગર જિલ્લા જેલ અમરેલી તથા લાજપોર જેલ સુરત ખાતેની એમ ત્રણેય આરોપીઓને અલગ અલગ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્રારા મોકલી આપવામાં આવ્યા હતા
