
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદનું ઝાયડસ હોસ્પિટલ વધુ એક દર્દી માટે બન્યો આશીર્વાદરૂપ.. ગંભીર બિમારીથી પિડાતા રાજસ્થાન 72 વર્ષીય વૃદ્ધ એક મહિનાની સારવાર બાદ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
રાજસ્થાનથી બેભાન અવસ્થામાં આવેલા 72 વર્ષીય દર્દીને પંદર-વીસ દિવસ બાદ ભાનમાં આવ્યા, તબીબોની રાત-દિવસની મહેનતે દર્દીને એક મહિનામાં સ્વસ્થ કર્યો
દાહોદ તા.૨૫
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં એક મહિનાની લાંબી સારવાર બાદ એક ૭૨ વર્ષીય વૃધ્ધને સ્વસ્થ્ય અવસ્થામાં હવે ગણતરીના દિવસોમાં રજા આપવામાં આવશે. આ વૃધ્ધ એક મહિના પહેલા વૃધ્ધની અચાનક તબીયત લથડતાં તેમને બેહોશીની હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં અને સતત ૧૫ થી ૨૦ દિવસ સુધી બેફાન અવસ્થામાં જ વૃધ્ધ દાખલ હતી. ધીરે ધીરે તબીબોન સારવાર બાદ મહિલાના સ્વાસ્થ્યમાં સુધારો થવા માંડ્યો હતો.
રાજસ્થાનના કુશલગઢ ખાતે રહેતાં ૭૨ વર્ષીય ગફારખાન સફારખાન પઠાણની અચાનક તબીયત લથડતાં તેઓને તારીખ ૨૬.૧૦.૨૦૨૧ના રોજ બેસુદ અવસ્થામાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં. તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યાં હતાં. ત્રણ દિવસની સઘન સારવાર બાદ આઈસીસીઓમાં ત્રીજા માળે ત્રણ દિવસ બાદ તબીયત લથડતાં તપાસ કરવામાં આવી હતી અને ડેન્ગ્યુનું નિદાન થયું હતું ત્યાર બાદ તેમને વેલ્ટીનેટર મશીન પર રાખવામાં આવ્યાં હતાં. આ દરમ્યાન કીડની, ફેલ્યર અને ન્યુમોનીયાન, બ્લડપ્રેસર ઘટી ગયું હતું અને તેમને મગજનો તાવ થઈ ગયો હતો. ઝાયડસ હોસ્પિટલના તબીબોની સઘન સારવાર અને પ્રયત્નોના અંતે ૧૨ થી દિવસ બાદ ગફારખાનને હોશ આવ્યો હતો અને ત્યાર બાદ વેન્ટીનેટર મશીન પરથી સાદા ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, હાલ તેમની તબીયત સ્થિર છે અને એક બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલના મેનેજમેન્ટ, ઈમરજન્સી વિભાગ સહિત ર્ડા. મહેશ મછાર બ્રધર, જુનીયર ડોક્ટર, ર્ડા. ધ્વનિ શાહ, ર્ડા. ભુમી પંચાલ, ર્ડા. વલય ઝવેરી, સિનિયર ર્ડા. દક્ષેશ બામણીયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ર્ડા. વિનોદ વહોનીયા તેમજ સમગ્ર ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ મિત્રોની દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યાેં હતો.
—————–