દાહોદ તેમજ લીમડી નગરમાં વ્હોરા કોમ્યુનિટી દ્વારા સૈયદ ર્ડા. બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા /સૌરભ ગેલોત :- લીમડી 

દાહોદ તેમજ લીમડી નગરમાં વ્હોરા કોમ્યુનિટી દ્વારા સૈયદ ર્ડા. બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

દાહોદ તા.૨૫

દાહોદ શહેર અને લીમડી નગરમાં સૈયદ ર્ડા. બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદનું પ્રખ્યાત તાહેરી સ્કાઉટ બેન્ડ સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું.

સૈયદ ર્ડા. બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિવસની દાહોદ શહેર અને ઝાલોદ તાલુકાના લીમડી નગરવાસીઓએ ભવ્ય ઉજવણી કરી હતી. ર્ડા. સૈયદના મહોમ્મદ બુરહાનુદ્દીન ર્ડા. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ર્ડા. સૈયબ મહોમ્મદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૧૧ અને ર્ડા. સૈયબ મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનો ૭૮માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર વિસ્તારોમાં વ્હોરા સમાજનું પ્રખ્યાત તાહેરી સ્કાઉટ બેન્ડ દ્વારા જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું જેમાં વ્હોરા સમાજના અગ્રણીઓથી લઈ, પુરૂષ, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જાેડાયાં હતાં.

 

———————————-

Share This Article