દાહોદમા ભાજપા પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમા:કોલેજ ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ,બેઠકોનો ધમધમાટ…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમા ભાજપા પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમા  

કોલેજ ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ, બેઠકોનો ધમધમાટ 

દાહોદ શહેરમાં સી.આર.પાટીલના સ્નેહમિલન સમારોહના કાર્યક્રમની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.

નેતાઓથી લઈ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે આગામી ચુંટણીની પુર્વ તૈયારીઓને પણ ઓપ અપાઈ રહ્યો છે.

દાહોદ તા.21

દાહોદ શહેરમાં આગામી તારીખ 23મી નવેમ્બરના રોજ દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સી.આર. પાટીલની ઉપસ્થિતીમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તૈયારીઓનો ધમધમાટ પણ આરંભ થઈ ચુંક્યો છે અને લગભગ તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુંક્યો છે. દાહોદ શહેર ભાજપ સંગઠન તેમજ નગરપાલિકા સહિત લોકો બાઈક રેલી સ્વરૂપે સભા સ્થળે પહોંચશે. સમગ્ર જિલ્લામાંથી હજ્જારોની સંખ્યામાં કાર્યકરો એકત્ર થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. પ્રમુખ શંકરભાઈ અમલીયાર, સાંસદ જસવંતભાઈ ભાભોર સહિતની ટીમ તૈયારીઓમાં જાેતરાઈ ગઈ છે. આગામી ચુંટણીની તૈયારીનું પણ આ સાથે બ્યુગલ ફુંકી દેવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉમેદવારી કરવા થનગનતા ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઉમેદવારી કરવા ઈચ્છુકોના મનમાં પણ ઉમેદવારી નોંધાવવા મનમાં લાડવા ફુટી રહ્યાં છે. ઉમેદવારો દ્વારા અત્યારથી જ એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે.

—————-

Share This Article