Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી APMC માર્કેટિંગ યાર્ડ માં બિનહિસાબી અનાજની નાયબ મામલતદારની તપાસ હાથ ધરાઇ.

June 2, 2024
        354
સંજેલી APMC માર્કેટિંગ યાર્ડ માં બિનહિસાબી અનાજની નાયબ મામલતદારની તપાસ હાથ ધરાઇ.

સંજેલી APMC માર્કેટિંગ યાર્ડ માં બિનહિસાબી અનાજની નાયબ મામલતદારની તપાસ હાથ ધરાઇ.

જિલ્લા પુરવઠા અધિકારીને અંધારામાં રાખીને મોટો વહીવટ કરાયો હોવાની ચારેકોર ચર્ચા

એપીએમસી ખાતે સીસીટીવીમાં તેમજ આજુબાજુના સીસીટીવીમાં ચેક કરવામાં આવે તો બહાર લિંક મળી શકે?

ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સંજેલી APMC મા તપાસ કરતાં વેપારીઓમા ફફડાટ

સંજેલી તા.01

સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વેપારીઓની પેઢીમાં તેઓના ગોડાઉનમાં 1000થી વધુ બિન હિસાબી ઘઉંના કટ્ટા તેમજ 500થી વધુ બિનહિસાબી ચોખાના કટ્ટા હોવા અંગે જાગૃત નાગરિક દ્વારા દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી.જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરાતા તરત જ જિલ્લા પુરવઠા અધિકારીએ આ બાબતની ચકાસણી કરવા માટે ની તજવીજ હાથ ધરી હતી અને આ બાબતની તપાસ કરવા માટે સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે રેડ કરવા અધિકારીને આદેશ કરવામાં આવ્યો હતો.ત્યારે લગભગ સાંજના પાંચ વાગ્યાના અરસામાં ડેપ્યુટી મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખેલું બોર્ડ વાળી GJ 20 CA 3832 નંબરની ટાટા કંપનીની કારમાં એક અધિકારી સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને બાતમી વાળા ત્રણ વેપારીઓ માંથી માત્ર એક વેપારીની પેઢી ખાતે ગયા હતા અને ત્યાં તપાસનું નાટક કરીને તપાસ કરતા હોય તેવો ડોળ કર્યો હતો અને પેઢીમાં કે ગોડાઉનમાં કોઈપણ જાતની તપાસ કર્યા વગર આ અધિકારી સંજેલી એપીએમસી માંથી રવાના થઈ ગયા હતા ત્યારે આ બાબતે આ નાયબ મામલતદાર કક્ષાના અધિકારી દ્વારા સંજેલી એપીએમસીના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસેથી દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીને અંધારામાં રાખીને મોટો વહીવટ કર્યો હોવાની સંજેલી તાલુકામાં ચર્ચાઓ ઉઠવા પામી છે.ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી જાતે જ સંજેલી એપીએમસી ખાતે આવીને સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડના સીસીટીવી કેમેરા તપાસ કરીને આ અધિકારી દ્વારા કરવામાં આવેલી કામગીરી જોઈને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે.અહીં ઉલ્લેખનીય બાબત છે કે સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે જે વેપારીઓને ત્યાં રેડ કરવા અધિકારી આવવાના હતા તે બાબતની આ ત્રણેય વેપારીઓને કલાક પહેલા જાણ થઈ ગઈ હતી અને આ વેપારીઓ આખા માર્કેટિંગ યાર્ડમાં અમારી દુકાનમાં તપાસ આવવાની છે, કોઈએ અમારા વિશે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી છે જેથી અમારે ત્યાં રેડ પડવાની છે અને અમે બધું ગોઠવણ કરી દીધી છે અમારે સાહેબો સાથે સાથ ગાંઠ છે અમે બધે પહોંચી વળીશુ તેવી વાતો પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીને ખાનગી રહે અપાયેલી બાતમીને તપાસ કરનાર અધિકારીઓએ જ વેપારીઓને આપી હોવાનું ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ તમામ બાબતની જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમજ સંજેલી એપીએમસી ખાતે બિન હિસાબી જથ્થો રાખનાર વેપારીઓની પેઢીઓ તેમજ ગોડાઉનની તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

જોકે રેડ પડવાની માહિતી લિક થઈ ગઈ હોવાથી સંજેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે બિન હિસાબી અનાજ નો જથ્થો રાખનાર વેપારીઓએ પોતાના આવા બિનહીસાબી અનાજ ના જથ્થાને રાતોરાત સગેવગે કરી દીધો હોવાનું પણ બની શકે છે.જે બાબત સંજેલી એપીએમસી ખાતે સીસીટીવીમાં તેમજ આજુબાજુના સીસીટીવી માં ચેક કરીને આવા બિન હિસાબી અનાજના જથ્થાને સગે વગે કરવાની હિલચાલ કરવામાં આવી હોય તો તે જાણી શકાય તેમ છે. 

ત્યારે આ સમગ્ર બાબતે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આવા ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!