Sunday, 08/09/2024
Dark Mode

ખેતીલાયક જમીનને બોગસ બીનખેતીના હુકમના આધારે પ્રીમિયમ ચોરીનો કૌભાંડ સામે આવ્યો, દાહોદમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચાણકર્તા બે ભેજાબાજો સામે નામજોગ ગુનો દાખલ.

May 31, 2024
        1735
ખેતીલાયક જમીનને બોગસ બીનખેતીના હુકમના આધારે પ્રીમિયમ ચોરીનો કૌભાંડ સામે આવ્યો,  દાહોદમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચાણકર્તા બે ભેજાબાજો સામે નામજોગ ગુનો દાખલ.

#DahodLive#

ખેતીલાયક જમીનને બોગસ બીનખેતીના હુકમના આધારે પ્રીમિયમ ચોરીનો કૌભાંડ સામે આવ્યો,

દાહોદમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચાણકર્તા બે ભેજાબાજો સામે નામજોગ ગુનો દાખલ.

દાહોદ તા. ૩૧ 

ખેતીલાયક જમીનને બોગસ બીનખેતીના હુકમના આધારે પ્રીમિયમ ચોરીનો કૌભાંડ સામે આવ્યો, દાહોદમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચાણકર્તા બે ભેજાબાજો સામે નામજોગ ગુનો દાખલ.

દાહોદ શહેરમાં કેટલાક ભેજાબાજે બે અલગ અલગ રેવન્યુ સર્વે નંબરોમાં પોતાના મળતીયાઓ સાથે એકસરખી રીતે બોગસ હુકમોના આધારે ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બારોબાર પ્લોટીંગ કર્યા બાદ વેચાણ કરી સરકારના પ્રીમિયમની ચોરી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ત્રણ ઇસમો સામે બે જુદી જુદી ફરિયાદ દાખલ કરતા બિલ્ડર લોભીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ સમગ્ર બોગસ બિન ખેતીના હુકમના કેસમાં દાહોદ પોલીસે ત્રણ સામે નામ જોગ. ગુનો નોધી તેમજ અન્ય બે ઇસમોના આ જમીન પ્રકરણમાં નામ ખુલવા પામ્યા હોવાનું જણાવી આગળની તપાસ હાથ ધરી છે

 

 દાહોદ શહેરના રળીયાતી હોળી આંબા ખાતે આવેલી સર્વે નંબર 376/1/1/4 વાળી જમીનમાં દાહોદ શહેરનમાં રહેતા શેશવ નામક ઈસમે તેના અન્ય એક સગીરત હારુંન પટેલ ઉર્ફે કડક રહેવાસી ઘાંચીવાડ સાથે મળી પ્રાંત અધિકારીનો ખોટા હુકમને સાચા તરીકે રજૂ કરી ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી સરકારશ્રીને પીએમ પ્રીમિયમની રકમનું નુકસાન કરાવી આ જમીનને બારોબાર વેચાણ કરી દીધા હતા. જે બાબતે અરજી તથા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા દાહોદ પોલીસે આ મામલે રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં ઉપરોક્ત સર્વે નંબરમાં તમામ દસ્તાવેજોની ખરાઈ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમાં પ્રાંત અધિકારીનો ખોટો હુકમના આધારે બિનખેતીના બોગસ હુકમથી સરકારના પ્રીમિયમ ચોરી કરી બારોબાર જમીન વેચાણ કરી દીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે આ મામલે દાહોદ પ્રાંત અધિકારી એન બી રાજપૂતની ફરિયાદના આધારે મુખ્ય ભેજાબાજો શૈશવ તેમજ હારુન પટેલ સામે નામ જોગ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓના નામ પણ આ પ્રકરણમાં ખુલ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.જ્યારે બીજા કેસમાં ઉપરોક્ત શેશવે દાહોદ કસબા વિસ્તારના જકરીયા મહેમૂદ ટેલર સાથે મળી દાહોદ શહેર કસબા વિસ્તારમાં આવેલા સર્વે 304 305 306 નંબરમાં ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બોગસ બિનખેતીના હુકમના કાગલો બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેવન્યુ હેડે નામ દાખલ કરાવ્યું હતું . આ સર્વે નંબરમાં પ્લોટીંગ કરી મકાનો બનાવી બારોબાર વેચાણ કર્યા હોવાનું પોલીસને અરજી મળતા આ મામલે પોલીસે કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયતમાં રેકોર્ડની ખરાઈ કરવા મોકલતા આ પ્રકરણમાં બોગસ હુકમના આધારે ખેતીલાયક જમીને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી વેચાણ કર્યા હોવાનું સામે આવતા પોલીસે જિલ્લા પંચાયત કચેરીમાં ચીટનીશની ફરિયાદના આધારે જકરીયા મહેમુદ ટેલર, શૈશવ પરીખ, તેમજ અન્ય બે વ્યક્તિઓ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જણાવ્યા અનુંસાર આ કેસમાં વધુ સર્વે નંબરોમાં બોગસ ઓર્ડર થયા હોવાનું બહાર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ ર હતી હાલ પોલીસે. ઝડપેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!