Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા A.P.M.C માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ ની રેડના બીજા દિવસે 17707 કિલો બિન હિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો

May 30, 2024
        1084
ફતેપુરા A.P.M.C માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ ની રેડના બીજા દિવસે 17707 કિલો બિન હિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો

બાબુ સોલંકી સુખસર/યાસીન ભાભોર ફતેપુરા,

ફતેપુરા A.P.M.C માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ ની રેડના બીજા દિવસે 17707 કિલો બિન હિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો

અનાજનો જથ્થો સીજ કરીને બારીયાની હથોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી અપાયો

2 દિવસમાં થઈને કુલ 54,217 કિલોગ્રામ બિન હિસાબી અનાજ નો જથ્થો સીઝ કરાયો

સુખસર,તા.30

તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી.શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી.જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જી.એસ.ટી ના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એ.પી.એમ.સી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાંથી 15270 કિલો ગ્રામ ઘઉં,21,000 kg ચણા અને 240 kg ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

       ત્યારે બીજા દિવસે એટલે કે તારીખ 29 મે-2024 ના રોજ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં મનોજકુમાર બજરંગલાલ અગ્રવાલની પેઢીમાં રેડ કરતા તેમની દુકાનમાં તપાસ કરતા તેમની પેઢીમાંથી 220 કિલો ઘઉં અને 200 કિલો ચણા બિન હિસાબી મળી આવ્યા હતો.આ બિન હિસાબી અનાજના જથ્થાને અન્ન અને નાગરિક પુરવઠાની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. 

તેમજ ફતેપુરા APMC માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના શેરગઢ ગામના વિનોદ રામાકાંત પાટીલ અને વડાલીયા ગામના રાજેન્દ્રકુમાર સ્વામી એમ 2 વેપારીઓ દ્વારા RJ 03 GA 2341 નંબરના ટેમ્પામાં ભરીને લાવવામાં આવેલો બિન હિસાબી 1320 કિલો મકાઈ,2900 કિલો, ઘઉં,360 કિલો ચણા,360 કિલો ડાંગર તેમજ 420 કિલો મગનો બિન હિસાબી જથ્થો મળી આવતા આ બિન હિસાબી અનાજનો જથ્થોપણ અન્ન અને પુરવઠા વિભાગના નિયામકની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. 

તેમજ ફતેપુરા તાલુકાના ચરોળી ગામેથી મનોજકુમાર ઈશ્વરલાલ કલાલની પેઢીમાં રેડ કરતા આ પેઢીમાંથી બિન હિસાબી 205 કટ્ટા માંથી 11275 કિલો ઘઉં , 11કટ્ટા માંથી 605 કિલો ચણા અને 1 કટ્ટા માંથી 47 કિલો બાજરી મળી આવી હતી. બિન હિસાબી મળી આવેલા આ તમામ જથ્થાને પણ અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે

આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ટીમ દ્વારા બીજા દિવસે કરવામાં આવેલી રેડમાં કુલ 17707 કિલોગ્રામ બિન હિસાબી અનાજનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.અને બીજા દિવસે સીઝ કરેલો તમામ જથ્થો બારીયા ની હથોડ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે જાળવણી અર્થે મોકલી આપવામાં આવ્યો છે.

આ તમામ કામગીરી 29 મે 2024 ના રોજ મોડી રાત સુધી કરવામાં આવી હતી અને તારીખ 30 મે 2024 ના રોજ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અન્ન અને નાગરિક વિભાગના નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

*આમ ફતેપુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ તેમજ ફતેપુરા મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત રીતે 2 દિવસમાં થઈને કુલ 54,217 કિલોગ્રામ બિન હિસાબી અનાજ નો જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!