નીલ ડોડીયાર :- દાહોદ
દેવગઢ બારીયા નગરમાં લો-વોલ્ટેજની સમસ્યાથી નગરજનો પરેશાન, સમસ્યાનુ સત્વરે નિરાકરણ કરવા લોકમાંગ ઉઠી.
દાહોદ તા.૨૮
દેવગઢ બારીયા નગરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ગ્રાહકો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીના લો-વોલ્ટેજની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં ઉનાળાની ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેવા સમયમાં દેવગઢ બારિયામાં વીજળીની લાઈનમાં વારંવાર લો વોલ્ટેજની સમસ્યા સર્જાતા પંખા, એસી અને કુલર સહિતના સાધનોનો વપરાશ કરવામાં નગરજનો પરેશાની વેઠી રહ્યા છે ત્યારે આ બાબતે દેવગઢ બારીયા MGVCLની કચેરીમા વારંવાર રજૂઆત કરવા છતા કર્મચારીઓ કોઈ પણ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તેવુ જોવા મળી રહ્યુ છે.
સમસ્યાની રજૂઆત કરવા ગ્રાહકો કચેરીના લેન્ડ લાઇન નંબર પર ફોન કરે છે ત્યારે કર્મચારીઓ ગ્રાહકોની સમસ્યાની ફરીયાદ સાંભળવાના બદલે કર્મચારીઓ સંતોષકારી જવાબ આપતા નથી, એમજીવીસીએલ દેવગઢ બારીયા દ્વારા મંગળવારે મેન્ટેનન્સ ના નામે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે છે. છતાં ગ્રાહકોની લો-વોલ્ટેજની સમસ્યા યથાવત છે. જુના ઠાકોરવાડાની પણ લેખીત તેમજ મોખીક રજુઆતો કરેલ હોવા છતા આજ દીન સુધી તેઓની સમસ્યાઓનો હલ આવ્યો નથી, ગ્રાહકોના મોંઘા વીજ ઉપકરણોને મોટુ નુકસાન
, ગ્રાહકોના મોંઘા વીજ ઉપકરણોને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. તો ગ્રાહકો લો-વોલ્ટેજની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોક માંગ ઉઠી છે.દેવગઢ બારીયા નગરમાં લો વોલ્ટેજની સમસ્યા બાબતે એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર વાય.એમ.કોલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેવગઢ બારીઆના ઠાકોરવાડામા લો વોલ્ટેજની સમસ્યાની રજૂઆત મળેલી છે, હાલમા વીજ વપરાશ વધારે હોવાથી લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે, ઠાકોરવાડામા અમારી ટીમ તપાસ કરી રહી છે, જે ગ્રાહકોને લોડ વધારવાની જરૂરીયાત હશે તેમને લોડ પ્રમાણે મિટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે, હાલની ડી.પી. ની ક્ષમતા વધારવા માટે ઉપલી કચેરીએ દરખાસ્ત મોકલી આપવામા આવી છે, મંજૂરી મળ્યેથી નવીન ડી.પી. નાખવામા આવશે.