
રાહુલ ગારી :- ગરબાડા
મોડાસા ખાતે યોજાયેલા 108 પાયલોટ ડે નિમિત્તે ગરબાડા ના 108 ના બે કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
ગરબાડા તા. ૨૬
મોડાસા ખાતે 108 ના પાયલોટ ડે નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ગરબાડા 108 માં છેલ્લા ૧૨ વર્ષથી પાયલોટ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ગણેશભાઈ ચાવડા તથા EMT તરીકે ફરજ બજાવતા અજીતભાઈ તેઓને સર્વશ્રેષ્ઠ કામગીરીને લઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા ના ઝરીબુઝર્ગ ખાતે એક મહિલાને પાંચમી ડીલીવરી નો દુખાવો ઉપડ્યો હતો અને મહિલાને ઇમર્જન્સી સેવા માટે 108 ને કોલ કરવામાં આવ્યો હતો પરંતુ મહિલાને સિરિયસ કન્ડિશનમાં તેના ઘરે જ ડીલેવરી કરવામાં આવી હતી જેમાં મહિલાની લોહીને અછત હોવાના કારણે બાળક પણ ઓછા વજનવાળું હોવાના કારણે બાળક રડ્યો પણ ન હતું
તેમજ જેમાં 108 ના પાયલોટ ગણેશ તેમજ અજીતભાઈ દ્વારા પોતાની સમય સૂચકતા વાપરીને બાળકને સીઆરપી તેમજ કુત્રિમ શ્વાસ આપે બાળકને શ્વાસનળી સાફ કરી l બાળક અને માતાને તત્કાલીન રીતે હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળકનો જીવ બચવ્યો હતો. આ કામગીરીને ઉપલા અધિકારીઓ દ્વારા બીરદાવી હતી અને તેઓને આજે પાયલોટ ડે નિમિત્તે એવોર્ડ આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું .